સંબંધિત સમાચાર
- 50 થી વધુ બોમ્બ બ્લાસ્ટની ધમકીના ઈમેલ મોકલનાર બદમાશને અમદાવાદ પોલીસે પશ્ચિમ બંગાળથી પકડ્યો
- નેત્રમ રેન્કિંગમાં જૂનાગઢ, ગાંધીનગર અને ગાંધીધામનો દબદબો: DGP K.L.N. રાવે એવોર્ડ આપી પોલીસની પીઠ ઠોંકી
- સરહદના અંતિમ છેડે ગુંજ્યો જય હિંદ, ગુજરાત DGP KLN રાવે પાકિસ્તાન સરહદની અત્યંત નજીક લહેરાવ્યો ત્રિરંગો - Video
- ગાંધીનગરમાં શંકાસ્પદ ટાઈફોઈડનાં અત્યાર સુધી 113 કેસ, ઈન્દોર જેવા ન થાય હાલ એ માટે ગૃહમંત્રી અમિત શાહે સાચવ્યો મોરચો
- અમદાવાદના રસ્તા પર ગુજરાતી અભિનેતાની ધમાલ...મૂવી પ્રમોશન માટે ખતરનાક સ્ટંટ પર FIR નોંધાયો - Video
હર્ષ સંઘવીનો શક્તિ પ્રયોગ: મહિલા IPS ગગનદીપ ગંભીર, પરિક્ષિતા રાઠોડ અને વિધિ ચૌધરીને મળી મોટી જવાબદારી
Gujarat Police News
Gujarat IPS Transfers: ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરબદલ કર્યા છે. રાજ્ય સરકારે 37 IPS અધિકારીઓની બદલી કરી છે અને તેમને નવી પોસ્ટિંગ સોંપી છે. આ રાજ્ય સરકારની એક અનોખી પહેલ છે. ગૃહ વિભાગ સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ત્રણ મહિલા IPS અધિકારીઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં મોટા ફેરફારો કરતા ૩૭ IPS અધિકારીઓની બદલી કરી છે. ગૃહ વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. રાજ્યના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ત્રણ તેજતર્રાર મહિલા IPS અધિકારીઓને એકસાથે આટલી મોટી અને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી હોય. આ નિર્ણય પોલીસ વિભાગમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
નવા DGP અને નવી બનાસકાંઠા રેન્જની રચના
રાજ્યના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડૉ. કે.એલ.એન. રાવે ચાર્જ સંભાળ્યા બાદ પોલીસ વિભાગમાં આ સૌથી મોટો બદલાવ છે. ડીજીપી રાવે તમામ મુખ્ય શહેરો અને રેન્જની મુલાકાત લીધા બાદ આ ફેરફારોનું આયોજન કર્યું હતું. આ સાથે જ સરકારે પોલીસ તંત્રમાં વધુ સુદ્રઢ વહીવટ માટે એક નવી 'બનાસકાંઠા રેન્જ'ને મંજૂરી આપી છે. અગાઉ ગુજરાતમાં કુલ નવ રેન્જ હતી, જેમાં હવે આ નવી રેન્જનો ઉમેરો થયો છે, અને તેનું સુકાન પણ એક મહિલા અધિકારીને સોંપાયું છે.
ગગનદીપ ગંભીરને સ્ટેટ મોનિટરિંગ સેલની કમાન
2004 બેચના અત્યંત હોશિયાર IPS અધિકારી ગગનદીપ ગંભીરને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) જેવી અત્યંત મહત્વની અને સંવેદનશીલ જવાબદારી સોંપાઈ છે. તેઓ અગાઉ ગાંધીનગરમાં IGP તરીકે ફરજ બજાવતા હતા. હવે તેઓ નિર્લિપ્ત રાયનું સ્થાન લેશે અને રાજ્યભરમાં દારૂની દાણચોરી સહિતના તમામ મોટા ગુનાઓ પર સીધી નજર રાખશે. આ સેલ સીધો DGPને રિપોર્ટ કરે છે અને સમગ્ર રાજ્યમાં ગમે ત્યાં દરોડા પાડવાની વ્યાપક સત્તા ધરાવે છે.
પરિક્ષિતા રાઠોડ બન્યા નવી બનાસકાંઠા રેન્જના IG
2007 બેચના મહેનતુ IPS અધિકારી પરિક્ષિતા રાઠોડને સરકારે નવી રચાયેલી બનાસકાંઠા રેન્જના IG તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ અત્યાર સુધી ગાંધીનગરમાં CID ક્રાઇમના IG તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. મૂળ ગુજરાતના અમદાવાદના જ વતની એવા પરિક્ષિતા રાઠોડ હવે તેમની નવી ભૂમિકામાં બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જેવા મહત્વના સરહદી અને આંતરિક જિલ્લાઓના કાયદો અને વ્યવસ્થાનું સીધું નિરીક્ષણ કરશે.
વિધિ ચૌધરીને પંચમહાલ-ગોધરા રેન્જની જવાબદારી
મૂળ રાજસ્થાનના અને 2009 બેચના IPS અધિકારી વિધિ ચૌધરીને પંચમહાલ-ગોધરા રેન્જના નવા IG બનાવવામાં આવ્યા છે. અગાઉ અમદાવાદમાં એડિશનલ કમિશનર (સ્પેશિયલ બ્રાન્ચ) તરીકે ફરજ બજાવી ચૂકેલા આ ઉચ્ચ શિક્ષિત અધિકારી હવે એક વિશાળ વિસ્તારનું નેતૃત્વ કરશે. તેમની આ નવી નિમણૂક હેઠળ તેઓ દાહોદ, પંચમહાલ અને મહિસાગર જિલ્લાઓની સુરક્ષા અને પોલીસ કામગીરીનું સઘન મોનિટરિંગ કરશે.
