Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Best Drink To Lower Cholesterol - આ શાકભાજીનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ થશે કંટ્રોલ અને હાડકાં થશે મજબૂત

Updated: મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (00:56 IST)
શિયાળાની ઋતુમાં લોકો હૃદય સંબંધિત બીમારીઓનો શિકાર બને છે. આવી સ્થિતિમાં તમારું કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રણમાં રહે તે જરૂરી છે. આને નિયંત્રિત કરવા માટે, તમે તાજા ગાજરના રસનું સેવન શરૂ કરી શકો છો. તેમાં ફાઈબર, પોટેશિયમ, વિટામિન A, B1, B2, B3, E, K, મેંગેનીઝ, બાયોટિન, ફોસ્ફરસ, ફોલેટ જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આંખોની રોશની સુધારવાની સાથે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. આવો અમે તમને જણાવીએ કે ગાજરનો રસ પીવાથી તમને કયા કયા ફાયદા થશે.
 
ગાજરનો રસ પીવાના ફાયદા
 
ઈમ્યુનીટી વધારે : ગાજરમાં વિટામીન Aની સાથે બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.
 
દિલને રાખે હેલ્ધી -  આ જ્યૂસમાં પોટેશિયમ મળી આવે છે જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે, તે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
 
હાડકાં  બનાવેમજબૂત  : ગાજરના રસમાં વિટામીન Kની સાથે પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં કેલ્શિયમની માત્રાને પૂર્ણ કરે છે. જેના કારણે તમારા હાડકા મજબૂત રહે છે.
 
બ્લડ શુગરને કરે કંટ્રોલ : ગાજરમાં મેંગેનીઝ, મેગ્નેશિયમ અને કેરોટીનોઈડ્સ મળી આવે છે. જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ વધુ માત્રામાં તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
 
વજન ઘટાડે : ગાજરના રસમાં વિટામિન બી વધુ માત્રામાં જોવા મળે છે જે ગ્લુકોઝ, ચરબી અને પ્રોટીનને તોડવામાં મદદ કરે છે. આ સાથે તેમાં રહેલું ફોસ્ફરસ મેટાબોલિઝમ વધારવાનું કામ કરે છે.
 
ગાજરનું જ્યુસ બનાવવાની રીત
ગાજરનો રસ બનાવવા માટે ગાજરની સાથે આમળા, કોથમીર, કાળા મરી, ટામેટા અને સેંધા મીઠું ઉમેરીને ગાઈન્ડ કરી લો. આ પછી તેને ગાળી લો. આ પછી તેનું સેવન કરો. આ ઉપરાંત તમે ગાજરનો રસ પણ પી શકો છો. તમે દરરોજ સવારે તેનું સેવન કરી શકો છો.

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments