suvichar

Tulsi tea- તનાવ ઓછુ કરવાથી લઈને ગ્લોઈંગ સ્કિન સુધી, તમારા માટે ફાયદાકારી છે તુલસીની ચા

Updated: સોમવાર, 24 જાન્યુઆરી 2022 (20:15 IST)
કોરોનાથી બચાવ માટે જ નહી પણ ઘણા રોગોથી બચાવ અને ઈમ્યુનિટી વધારવા માટે તુલસી ખૂબ ફાયદાકારી છે. દરરોજ તુલસીની ચાના સેવનથી ઘણી મોસમી રોગોથી તમે દૂર રહો છો. તેથી જો તમે દરરોજ સામાન્ય ચા કરતા તુલસીની ચા પીવો છો તો તેનાથી તમે હેલ્દી રહો છો. તુલસીમાં યૂજિનૉલ નામનો તત્વ હોય છે જે શરીરમાં રહેલ સ્ટ્રેસ હાર્મોન કાર્ટિસોલના લેવલને ઓછું કરી તનાવ દૂર કરવામાં મદદ કરે છે તુલસી ઘણા વર્ષોથી આયુર્વેદિક દવાઓનો પણ મુખ્ય ભાગ છે. 
 
જી હા સવારે-સવારે દૂધ વાળી ચા પીવાની જગ્યા તુલસીની ચા પીવાના ઘણા ફાયદા છે. તુલસીના પાનમાં એંટીઑક્સીડેંટસ હોય છે જે શરીરને ફ્રી રેડિક્લસથી થતા નુકશાનથી બચાવીને રાખે છે. સાથે જ તુલસીની 
ચા સોજા ઓછા કરવા અને તનાવ દૂર કરવામાં મદદ કરે છે. 
 
 
 
તુલસીના ફાયદા  તાવથી આરામ - તુલસીના પાન, આદુ અને મુલેઠીને વાટીને મધ સાથે ખાવ. તેનાથી તાવ જલ્દી ઠીક થઈ જશે. આ ઉપરાંત શરદી-ખાંસી દૂર કરવા માટે તેના પાનને આદુ સાથે ચાવો કે તેની ચા બનાવીને પીવો. 
 
અનિયમિત પીરિયડ્સ - મોટાભાગે મહિલાઓને પીરિયડ્સમાં અનિયમિતતાની ફરિયાદ થઈ જાય છે.  10 ગ્રામ તુલસીના બીજને પાણીમાં ઉકાળીને નિયમિત રૂપથી સવારે પીવો. તેનાથી તમારી અનિયમિત પીરિયડ્સની સમસ્યા ઠીક થઈ જશે.  
 
તનાવ કરે દૂર   - જો આખો દિવસ  તનાવ રહે છે તો રોજ તુલસીના 10-12 પાનનુ સેવન કરો. તેનાથી તમને તનાવ સામે લડવાની ક્ષમતા મળશે. 
 
ઝાડા અને ઉલ્ટીથી છુટકારો -  વિટામિન એ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર રહેવાને કારણે તુલસીનુ સેવન આંખોની રોશની વધારે છે. જો આંખોમાં બળતરા થતી હોય તો તુલસીનો અર્ક પીવો. 
 
શ્વાસની તકલીફ - શ્વાસ સંબંધી સમસ્યાઓમાં પણ તુલસી ખૂબ લાભકારી છે. મઘ, આદુ અને તુલસીને મિક્સ કરીને કાઢો બનાવો અને તેનુ સેવન કરો. આ ઉપરાંત 2-4 તુલસીના પાનનુ રોજ સેવન કરવાથી શ્વાસની દુર્ગધ પણ દૂર થાય છે. 
 
કેંસરથી બચાવ - અનેક શોધમાં તુલસીના બીજને કેંસરની સારવારમાં પણ કારગર બતાવ્યા છે. સાથે જ રોજ તેનુ સેવન શરીરમાં કેંસર સેલ્સને વધારવાથી રોકે છે. આવામાં તમે પણ તેને તમારી જરૂરિયાતમાં સામેલ કરો. 
 
પથરીની સમસ્યા -  કિડનીની પથરીમાં તુલસીના પાનને ઉકાળીને તેનો અર્ક બનાવો અને તેમા મધ મિક્સ કરીને નિયમિત 6 મહિના સુધી તેનુ સેવન કરો. તેનાથી પથરી યૂરીન માર્ગથી બહાર નીકળી જશે. 
 
ત્વચા નિખારે -  તુલસી અને લીંબૂનો રસ બરાબર માત્રામાં મિક્સ કરો અને ચેહરા પર લગાવો. તેનાથી કરચલીઓ અને ફોલ્લીઓ દૂર થઈ જશે.  સાથે જ ચેહરાની રંગતમાં નિખાર આવશે. 
 
એક્નેની સારવાર - 10-12 તુલસી અને લીમડાના પાનને વાટી લો. પછી તેમા અડધી ચમચી ચંદન પાવડર અને 2 ચમચી ગુલાબજળ મિક્સ કરો. તેને ચેહરા પર ઓછામાં ઓછા 20 મિનિટ લગાવ્યા પછી તાજા પાણીથી સાફ કરી લો. તેનાથી એકને અને પિંપલ્સ જેવી સમસ્યાઓ દૂર થઈ જશે. 
 
એંટી એજિંગની સમસ્યાને કરે દૂર -  એંટીઓક્સીડેંટ્સથી ભરપૂર તુલસીને એજુવિનેટ કરવાથી સાથે એંજિંગની પ્રક્રિયાને પણ ધીમી કરી દે છે. આ માટે તમે તુલસીના પાનનુ પેસ્ટ બનાવીને ચેહરા પર 10-15 મિનિટ સુધી લગાવો. અને પછી તાજા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં ઓચહમાં ઓછા 3 વાર આ પૈકનો ઉપયોગ કરો. 
 
વાળ માટે વરદાન - ત્વચા ઉપરાંત તુલસી વાળ માટે પણ લાભકારી છે. તુલસીના થોડા પાનને વાટીને નારિયળ અને ઓલિવ ઓઈલ મિક્સ કરીને સ્કૈલ્પ પર લગાવો. અઠવાડિયામાં 2 વાર આ પૈકનો ઉપયોગ કરવથી ન તો માથાના વાળ મજબૂત થવા સાથે શાઈની પણ થાય છે. તેનાથી ખોડો પણ દૂર થઈ જાય છે. 

વધુ જુઓ..

રાજસ્થાન નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026, ભાજપાએ કોંગ્રેસને છોડી પાછળ, જુઓ Live પરિણામ

CMO બોમ્બ ધમકી કેસમાં બે આરોપી ઝડપાયા, બિહાર-ઝારખંડથી સાયબર સેલે દબોચ્યા

સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ રહી શકે છે, નિકાસ શું કહે છે તે જાણો.

પ્રધાનમંત્રી મોદીએ ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી, લખ્યું, "ગણપતિ બાપ્પા મોર્યા."

ગુજરાત પર 6 દિવસ વરસાદી સંકટ: 14 થી 19 સપ્ટેમ્બર ધોધમાર વરસાદ અને રેડ એલર્ટની ચેતવણી

વધુ જુઓ..

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

માતા પાર્વતીની આરતી

Aaj Nu Panchang- 14 સપ્ટેમ્બર, 2026

Happy Ganesh Chaturthi Quotes & Wishes in Gujarati 2026: ગણેશ ચતુર્થીની શુભેચ્છા

Kevda Trij vrat katha- કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા

આગળનો લેખ
Show comments