Webdunia - Bharat's app for daily news and videos

Install App

Watermelon- રોજ તરબૂચ ખાવાથી હ્રદય સ્વસ્થ રહે છે

Updated: સોમવાર, 5 એપ્રિલ 2021 (18:34 IST)
જો તમારે તમારા હૃદયને સ્વસ્થ રાખવું હોય તો દરરોજ તળબુચ અચૂક ખાઓ. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તરબુચ તમારા શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલ નથી બનવા દેતા અને વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. એક રિપોર્ટ અનુસાર સંશોધકોએ ચરબીની વધુ માત્રા લેનારા ઉંદરો પર આ અભ્યાસ કર્યો. તેમણે પોતાના અભ્યાસમાં જાણ્યું કે તરબુચ આપવાથી ઉંદરોમાં ખરાબ લિપોપ્રીટન(એલડીએલ)ની માત્રા ઓછી થઇ ગઇ.
 
એલડીએલ એક પ્રકારનું કોલેસ્ટ્રોલ છે જે ધમનીઓને જમાવીને હૃદયના રોગોને પ્રોત્સાહન આપે છે. અમેરિકાની પરડ્યુ યુનિવર્સિટીના સંશોધકોએ જોયું કે નિયમિત રૂપે તરબુચ ખાવાથી વજનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે અને તેના પરિણામસ્વરૂપે રક્તવાહિનિઓમાં ચરબીયુક્ત પદાર્થ ઓછા એકઠાં થાય છે.
 
તેમનું માનવું છે કે તરબુચના જ્યુસમાં રહેલ રસાયણ સિટ્રુલિનમાં આ સ્વાસ્થ્યવર્ધક ગુણ રહેલ છે. જોકે આ નવા સંશોધનમાં તરબુચ ખાવાનો બ્લડપ્રેશર પર કોઇ મહત્વનો પ્રભાવ જોવા ન મળ્ય પણ હૃદય સાથે જોડાયેલા અન્ય જોખમો પર તેની શક્તિશાળી અસર જોવા મળી. બ્રિટનમાં દર વર્ષે 2,70,000 લોકો હૃદયરોગના હુમલાના સકંજામાં આવે છે અને ત્રણમાંથી એકનું મોત તો હોસ્પિટલ પહોંચતા પહેલા જ નીપજી જાય છે.

વધુ જુઓ..

રાજસ્થાન નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026, રાજસ્થાન નગરપાલિકા ચૂંટણીનુ પરિણામ સ્પષ્ટ, આ પાર્ટીએ બાજી મારી

સોમવારે ગુજરાત, મહારાષ્ટ્રથી ઝારખંડ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં અનેક રાજ્યોમાં 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

છિંદવાડા - કુકડી ખાપા વોટરફોલમાં ફસાયા 4 યુવક, SDRF એ 150 ફીટ ઊંડાઈમાંથી કર્યુ રેસ્ક્યુ - Video

જયપુરના મોતી ડુંગરી ગણેશ મંદિરમાં આસ્થાનો સેલાબ, 3 કલાકમાં વહેંચાઈ 3500 કિલો મહેંદી

પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવવાના આરોપીનું મોત, પોલીસ વાહનમાંથી કૂદી પડ્યાનો દાવો

વધુ જુઓ..

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

માતા પાર્વતીની આરતી

આગળનો લેખ
Show comments