Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેલેન્ટાઈન ડે - શુ તમે સિંગલ છો ?

Updated: ગુરુવાર, 11 એપ્રિલ 2024 (16:32 IST)

આ રીતે તમાવો તમારો વેલેન્ટાઇન્સ ડે...

- શોપિંગ પર નીકળી જાઓ : કદાચ શોપિંગ કરવી તમને પસંદ ન પણ હોય. પણ આ દિવસના કંટાળા અને હતાશામાંથી બહાર નીકળવા માટેનો આ સૌથી સારો માર્ગ છે. આ દિવસે ઘરમાં ન રહીને તમારા સિંગલ મિત્રો સાથે શોપિંગ પર નીકળી જાઓ અને તમારા પૈસા માત્ર તમારી પાછળ જ ખર્ચો. વિશ્વાસ રાખો, આ રીતે તમારી મજા બેવડાઇ જશે.

- રોમેન્ટિક ફિલ્મો ન નિહાળો : વેલેન્ટાઇન્સ ડેના દિવસે ખાસકરીને ટીવીમાં દરેક ચેનલો પર રોમેન્ટિક ફિલ્મો અચૂક આવી રહી હશે. લાખ પ્રયાસ કરો પણ તેના પર તમારી નજર ન પડવાની હોય તો પણ પડી જશે. માટે આ દિવસે તમારે તમારા દિલને મજબૂત બનાવવાની જરૂર પડશે અને કોઇપણ કીમતે આવી ફિલ્મો જોવામાંથી બચજો.

- તમારા સિંગલ મિત્રોને મળ ો : આ જ સમય છે જ્યારે તમારા સિંગલ મિત્રો તમારા દુખને દૂર કરવામાં મદદ કરશે. તે પણ સિંગલ અને તમે પણ સિંગલ, તો પછી નીકળી જાઓ આ દિવસે ક્યાંક દૂર-દૂર સુંધી ટ્રાવેલિંગ પર... કે પછી કોઇ આઉટડોર ગેમ રમીને પણ તમે તમારી એકલતાને દૂર કરી શકશો. તે ઇચ્છો તો સાથે મળીને પાર્ટી પણ કરી શકો છો.

- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો : અંદરથી ખુશી મેળવવાનો સૌથી સારો માર્ગ છે કે તમે કોઇ જરૂરિયાત ધરાવતા લોકોની મદદ કરો. આનાથી તમને તો ખુશી મળશે જ સાથે જરૂરિયાતમંદ બાળકો કે વૃદ્ધોને પણ મદદ સહાયતા મળશે. આ દિવસે તમે તમારા જૂના કપડાં પણ ગરીબોમાં વહેંચી શકો છો.

- તમારા માટે મનપસંદ ડિનર બનાવ ો : વેલેન્ટાઇન્સ ડે પર ભલે કોઈ ખાસ વ્યક્તિ માટે ભોજન પકાવતું હોય, પણ જો તમારી પાસે આ ખાસ વ્યક્તિ ન હોય તો શું થયું, તમારી જાતને પ્રેમ કરો અને તમારી માટે તમારું મનપસંદ ડિનર બનાવો અને તેનો સ્વાદ માણો. જો તમે તમારી જાતને સ્પેશિયલ રીતે ટ્રીર કરશો તો વેલેન્ટાઇન્સ ડેની રાત દુખદાયક નહીં રહે પણ ખુશીઓ સાથે પસાર થશે

વધુ જુઓ..

ગુજરાતમાં કોન્ટ્રેક્ટ આધારિત નોકરીઓમાં અનામત લાગુ કરવાની સરકારની તૈયારી

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં ખડક પડવાથી 13 લોકોના મોત; ટાટા સુમો પર પર્વતનો એક ભાગ પડ્યો

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ઉપવાસ તોડ્યા પછી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી અંગે સોનમ વાંગચુકે શું કહ્યું? તેમણે ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું કારણ પણ સમજાવ્યું.

કેનેડામાં ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ, 140 મિલિયન ડોલરના નાર્કોટિક્સ જપ્ત

વધુ જુઓ..

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ક્યારે છે ગુરૂ પૂર્ણિમા ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

આગળનો લેખ
Show comments