Daily Horoscope
✕

સનમની શોધ

Updated: શનિવાર, 17 મે 2008 (17:40 IST)
પેદા થયો છુ તને ઢૂંઢવા તુંને સનમ !
ઉંમર ગુઝારી ઢૂંઢતા તુંને સનમ !

છે દુશ્મનો લાખો ભુલાવા રાહને
દુશ્મન બનાવી યાર અંજાયો સનમ !

ગફલત મહીં હુ, ઝાલિમો કાબિલ એ ;
જુદાઈ યારોની મઝા એને, સનમ !

જે રાહદારીમાં અમોને લૂંટતુ,
ઉમેદ બર આવો નહી એની, સનમ 1

પાંચે નમાઝે ઝૂકતાં તારે કદમ
આડા ફરે છે બેખુદાઓ એ, સનમ !

છો દમબદમ ખંજર રમે તારુ દિલે;
કાફર તણું કાતિલ ખેંચી લે સનમ !

તું માફ કર દિલદાર, દેવાદાર છુ;
છે માફ દેવાદારને મારા, સનમ

કાંઈ નઝરબક્ષી થવી લાઝિમ તને;
ગુઝરાનનો ટુકડો ઘટે દેવો સનમ ;

પેદા થઈને ના ચૂમી તારી હિના;
પેદા થયો છુ મોતમાં જાણે સનમ

શાને કસે છે મુફત આ લાચારને ?
દાવો સુનાનો છે હમારો ના, સનમ !

પથ્થર બની પેદા થયો છુ પહાડમાં,
છુ ચાહનારો એય તુંથી છુ, સનમ !


( કલાપીનો કાવ્ય કલાપમાંથી )

વધુ જુઓ..

સોફ્ટવેર જાયન્ટ SAP મોટી છટણીની તૈયારી કરી રહ્યું છે, જેમાં 10,000 કર્મચારીઓની નોકરી ગુમાવવાની સંભાવના

Best Electric Bikes for Daily Commute: રોજ ઓફિસ જનારાઓની મોજ, આ 5 Electric Two-Wheelers છે બેસ્ટ

કોણ છે ભારતનો 'AI કિડ' રાઉલ જ્હોન અજૂ, મોસ્કોમાં જેના દિવાના થયા રાષ્ટ્રપતિ પુતિન; પીએમ મોદી વિશે શું બોલ્યા?

December 1 Rules Change: 1 ડિસેમ્બરથી પાંચ મુખ્ય નિયમો બદલાશે, જેમાં ટાટાની કાર મોંઘી બનવી, SBI ક્રેડિટ કાર્ડ અને LPGનો સમાવેશ થાય છે.

એક વ્યક્તિએ ત્રણ બાળકોની માતાને ફોન કરીને તેના પર બળાત્કાર કર્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી - તેના ચંપલથી ઓળખ થઈ.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 નવેમ્બર, 2026

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

ક્યારે મળશે સંતાન સુખ ? કુંડલીમાં ગુરૂની સ્થિતિ અને પંચમ ભાવથી પરથી જાણી શકો છો, જાણો જોવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26, નવેમ્બર 2026

Show comments