Festival Posters
✕

Rice Recipe - વાસી ભાતના પકોડા

Updated: ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (11:02 IST)
શુ તમે વાસી ભાત ફેંકી દો છો ?  ઘણા લોકો આવુ કરે છે. કારણ કે તેમને ખબર નથી હોતી કે વધેલા ભાત પણ ખૂબ કમના હોય છે. અહી અમે તમને એક આવી જ ડિશ બતાવી રહ્યા છે જેને તમે રાતના વધેલા ભાત દ્વારા બનાવી શકો છો. સાંજની ચા સાથે વાસી ભાતથી બનેલ સ્નેક્સનો સ્વાદ તમને જરૂર ગમશે. 
સામગ્રી - એક મોટી વાડકી વાસી ભાત, 4 મોટી ચમચી બેસન, 1 ડુંગળી ઝીણી સમારેલી, 2-3 લીલા મરચા ઝીણા સમારેલા, 1 મોટી ચમચી સમારેલા ધાણા, 1 નાની ચમચી ધાણાજીરુ, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચુ, મીઠુ સ્વાદમુજબ. તળવા માટે તેલ. 
 
બનાવવાની રીત - રાતના બચેલા ભાતને એક મોટા વાડકામાં કાઢી લો.  તેમા બેસન નાખીને સારી રીતે મસળી લો. બેસનને એ રીતે મસળો કે તેમા ગાંઠ ન રહી જાય. હવે બધા મસાલાને આ બાઉલમાં નાખીને મિક્સ કરી લો. તેમા ડુંગળી, ધાણા અને લીલા મરચા પણ નાખીને હાથથી દબાવીને મિક્સ કરી લો. હવે આ મિશ્રણ દ્વારા વેલણના શેપના ગોળ તૈયાર કરી લો.  એક વાસનામાં પાણી ઉકાળો. જ્યારે પાણી ઉકળી જાય ત્યારે તેમા 2-3 ચમચી તેલ નાખી દો.  હવે આ તૈયાર પકોડાને આ પાણીમાં નાખીને થોડી વાર સીઝવા દો. થોડીવાર પછી ઢાંકણ હટાવીને જોશો તો પકોડા ઉપર આવી જશે. 
 
હવે એક બીજી કડાહીમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ તપી જાય ત્યારે પકોડા પાણીમાંથી કાઢીને સુકાવી લો. જ્યારે પાણી સુકાય જાય ત્યારે તેને ડીપ ફ્રાય કરી લો. ગરમાગરમ પકોડા ચા સાથે સર્વ કરો. 

વધુ જુઓ..

IMD એ 20 નવેમ્બરના રોજ નરસાપુર અને પુરી વચ્ચે ભયંકર ચક્રવાત 'અક્વાન' ત્રાટકવાની આગાહી કરી છે

અમદાવાદમાં માર્ગ અકસ્માતો પર લગામ કસવા પોલીસ એક્શન મોડમાં: ફરીથી શરૂ થશે સ્થળ પર દંડ અને સીસીટીવી નજર

ક્વાડ સ્ટેજ પર, પીએમ મોદીએ નીચે ઝૂકીને જમીન પરથી ત્રિરંગાનું પ્રતીક ઉપાડ્યું અને..., લોકોએ કહ્યું- 'એક જ હૃદય છે, તમે કેટલી વાર જીતશો?'

પિતાએ પોતાના બંને માસૂમ બાળકોને નહેરમાં ફેક્યા, ચોકલેટ અને વડાપાવની આપી હતી લાલચ

જન્મદિવસની કેક પર મીણબત્તીઓ ફૂંકવી પડી શકે છે ભારે! બેક્ટેરિયા 14 ગણાં વધે છે, ચોંકાવનારા અભ્યાસમાં ખુલાસો

વધુ જુઓ..

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

એકાદશી ગુજરાતી ભજન - દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે

Amla Navami 2026: આજે આમળા નવમી, આ વસ્તુઓનું જરૂર કરો દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 18, નવેમ્બર 2026

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

આગળનો લેખ
Show comments