suvichar
✕

સ્વાદિષ્ટ નાસ્તો : સ્ટફ્ડ ઈડલી

Updated: બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (12:43 IST)
બનાવવાની રી ત - સૌ પ્રથમ દહીં ફેંટી લો. એક વાસણમાં સોજી ચાળી તેમાં દહીં નાંખી સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં પાણી અને મીઠું નાંખી ફેંટી લો.

એક નાની કઢાઈમાં 2 નાની ચમચી તેલ નાંખી ગરમ કરો. રાઈ નાંખો અને રાઈ તતડે એટલે તેમાં મીઠા લીમડાના પાન, અડદ દાળ બધું સાંતળો. દાળ સામાન્ય ભૂરા રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે લીલું મરચું નાંખો અને બાકીનો બધો મસાલો મિક્સ કરી દો. મિશ્રણને 15 મિનિટ માટે ઢાંકીને રાખો જેથી સોજીના દાણે-દાણા ફૂલી જાય.

બીજી તરફ બટાકાને છોલી બારીક કાપી લો. કઢાઈમાં નાંખી લીલું મરચું અને આદું નાંખો, પાલક નાંખી નરમ થાય ત્યાંસુધી રાંધો. હવે બટાકા અને મીઠું નાંખો અને સારી રીતે મિક્સ કરો. ઇડલીમાં ભરવા માટેનો મસાલો તૈયાર છે.

હવે કૂકરમાં 2 નાના ગ્લાસ પાણી નાંખી ગેસની આંચ પર મૂકી દો અને પાણીને ગરમ થવા દો.

તૈયાર કરેલા મિશ્રણમાં ઈનો સૉલ્ટ નાંખી ચમચાથી સારી રીતે હલાવો. મિશ્રણ જેવું ફૂલવા લાગે એટલે તેને હલાવાનું બંધ કરો.

ઇડલીના સ્ટેન્ડને થોડું તેલ લગાવી ચીકણું કરો. મિશ્રણને ચમચાની મદદથી સ્ટેન્ડના દરેક ખાનામાં અડધા અડધા ખાના સુધી ભરી દો. તૈયાર કરેલા સ્ટફમાંથી થોડો થોડો સ્ટફ લો અને મિશ્રણની ઉપર દરેક ખાનામાં ભરો. હવે ફરીથી તેની ઉપર સ્ટફ ઢંકાય તે રીતે ઇડલીનું મિશ્રણ નાંખો.

ઇડલીનું મિશ્રણ ભરેલા આ સ્ટેન્ડને પાણી નાંખેલા કૂકરમાં બાફવા મૂકો. દરમિયાન કૂકર બંધ રાખો. 10 મિનિટ સુધી રંધાવા દો પછી ચકાસી લો કે ઇડલી બફાઇ ગઇ છે કે નહીં. જો ઇડલીનું મિશ્રણ ચપ્પુમાં ચોંટે નહીં તો તમારી ઇડલી તૈયાર છે.

તો તૈયાર છે તમારી ગરમા-ગરમ સ્ટફ્ડ ઇડલી. સંભાર, નારિયેળની ચટણી, ચણાની દાળની ચટણી કે મગફળીની ચટણી સાથે પીરસો.

વધુ જુઓ..

2035 સુધીમાં ઇસ્લામ વિશ્વનો સૌથી મોટો ધર્મ બની શકે છે, જેમાં પાકિસ્તાન સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે; એક મુખ્ય સંશોધન દાવો

ખાટુશ્યામ મંદિર પાસે એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે બહાર નીકળવાના માર્ગ પર રહેલા ભક્તોમાં ગભરાટ ફેલાયો હતો

4 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી, કાશ્મીરના 21 વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે

20 નવેમ્બરે સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું ₹4,715 અને ચાંદી ₹8,269 સસ્તી, જાણો 24K અને 22Kના નવા ભાવ

Rajasthan Panchayat Chunav Result 2026- ભાજપ 20 બેઠકો પર આગળ, કોંગ્રેસ 13 બેઠકો પર આગળ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

Khatu Shyam Birthday: ખાટુ શ્યામનો જન્મ દિવસ છે, જાણો શ્યામ બાબા કેવી રીતે બાર્બરિક જેવા પરાજિતોનો સહારો બન્યા.

ગુરૂવારે કરી લો આ સહેલા ઉપાય, દામ્પત્ય જીવન અને આર્થિક પરેશાનીથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments