Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guru Purnima 2024- ગુરુ પૂર્ણિમા ક્યારે છે, 20 કે 21 જુલાઈએ જાણો તારીખ અને શુભ મુહૂર્ત વિશે

Updated: સોમવાર, 15 જુલાઈ 2024 (10:30 IST)
Guru Purnima 2024- જુલાઈમાં ગુરુ પૂર્ણિમાની તિથિને લઈને લોકોમાં અસમંજસ જોવા મળી રહી છે. કેમ કે ઘણા લોકો ગુરુ પૂર્ણિમા 20 જુલાઈના રોજ તો ઘણા લોકો 21 જુલાઈના રોજ કહે છે
 
ગુરુ પૂર્ણિમાનો તહેવાર 21 જુલાઈ, રવિવારના રોજ ઉજવવામાં આવશે. 20 જુલાઈને શનિવારે સાંજે 5:59 મિનીટે પૂનમની તિથિ બેસે છે, તેનું સમાપન બીજા દિવસે એટલે કે 21 જુલાઈના રોજ બપોરે 3:46 મિનિટે થાય છે. ઉદયતિથિ માન્ય હોવાને કારણે અષાઢ પૂનમ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવશે.
 
આ રીતે કરવી પૂજા 
- ગુરુ પૂર્ણિમાના દિવસે વેદવ્યાસની અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.
-આ દિવસે સવારે સ્નાન કર્યા પછી સૌથી પહેલા સ્વચ્છ વસ્ત્રો પહેરો.
-ત્યારબાદ તમારા ઘરના પૂજા સ્થાનમાં સ્થાપિત દેવી-દેવતાઓની મૂર્તિઓને પ્રણામ કરો અને તેમની વિધિવત પૂજા કરો.
-આ પછી, તમારા ગુરુની તસવીર પૂજા સ્થાન પર રાખો, માળા અને ફૂલ ચઢાવો અને તેમને તિલક કરો.
- ગુરુ પૂર્ણિમાના દિવસે “ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર: ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:” મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ
પૂજા કર્યા પછી, તમારા ગુરુના ઘરે જાઓ અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો.
 
ગુરુ પૂર્ણિમાનું મહત્વ
શિષ્યને સાચો માર્ગ બતાવવાનું કામ ગુરુ કરે છે. એટલા માટે આ તહેવાર દર વર્ષે ગુરુઓના માનમાં અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુઓ અને વડીલોના આશીર્વાદ લો.

Edited By- Monica sahu 

વધુ જુઓ..

જન્માષ્ટમી સ્પેશિયલ મીઠાઈ- રંગબેરંગી નારિયેળના રોલ્સ

Baby Girl Names - શ્રીકૃષ્ણના નામ પરથી પ્રેરિત નામો

જન્માષ્ટમી 2026- કૃષ્ણ જન્મ માટે પરંપરાગત દહીંહાંડીનો પ્રસાદ આ રીતે ઘરે બનાવો

સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી શું ફાયદો થાય છે, ડોકટરે જણાવ્યા તેના કમાલનાં ફાયદા

શીતળા સાતમ સ્પેશિયલ પારંપરિક વાનગી- કુલેર બનાવવાની રીત

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 4 સપ્ટેમ્બર 2026

Janmashtami Wishes 2026 In Gujarati - દિલ જીતી લેશે આ જન્માષ્ટમી મેસેજીસ, જન્માષ્ટમીની શુભેચ્છા સાથે સૌને કહો જય શ્રી કૃષ્ણ

શ્રી કૃષ્ણ ભગવાનની આરતી- ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા

આરતી કુંજ બિહારી

Janmashtami Puja Samagri - જન્માષ્ટમી પૂજા સામગ્રી લિસ્ટ

આગળનો લેખ
Show comments