Webdunia - Bharat's app for daily news and videos

Install App

એડ્સ - સમજદારીમાં જ સુરક્ષા

Updated: ગુરુવાર, 30 નવેમ્બર 2017 (17:30 IST)
જોશને કાબૂમા રાખો - એડ્સની ઓળખ 1981માં થઈ, ત્યારે ભારતમાં તેનો એક પણ રોગી નહોતો. ત્યારે ભારત આ બીમારીને કારણે પરેશાન નહોતુ. પરંતુ એક દાયકા પહેલા જ આ ભારતીય સમાજ અને સરકાર માટે સૌથી મોટી બીમારી બની ગયુ. દેશનુ કોઈપણ રાજ્ય આ બીમારીથી બચી શક્યુ નથી. આખી દુનિયામાં 27 લાખ લોકો ગયા વર્ષે આ રોગના સંક્રમણનો શિકાર થયા. 15-24 વર્ષના લોકોની સંખ્યા આમા 50 ટકાથી વધુ છે. ભારતમાં આ આંકડો વિચારવા લાયક છે. એક અરબની વસ્તીમાં સેક્સુઅલી એક્ટિવ લોકોની સંખ્યા 50 ટકાની નજીક છે. આવા સમયે યુવાનોને એડ્સ પ્રત્યે જાગૃત કરવા માત્ર એક સૂત્ર આપવાથી કામ નહી ચાલે. સરકાર અને સમાજે વધુ વિકલ્પો પર નજર નાખવી પડશે. 

સામાજીક મુદ્દો બનાવો - એડ્સને ફક્ત સ્વાસ્થ્યનો મુદ્દો ન સમજતા આને સામાજિક મુદ્દાના રૂપમાં જોવો જોઈએ. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે એડ્સની સાથે-સાથે સંક્રમિત લોકોની પણ સામાજિક સુરક્ષા જરૂરી છે. સાથે સાથે નેતોઓની પણ પ્રતિબધ્ધા એડ્સના વિરુધ્ધ જરૂરી છે.

મીડિયાનો મજબૂત સાથ - આજ સુધી મીડિયાએ એડ્સ વિરુધ્ધ નોંધપાત્ર ભાગ ભજવ્યો છે અને આગળ પણ આવી જ આશા કરી શકાય છે કે મીડિયા એડ્સની લડતમાં પોતાની ભૂમિકા સારી રીતે ભજવશે.


એડ્સ વિશે જાણવા જેવુ

- એડ્સ વાયરસ 'એચઆઈવી' શરીરની જીવિત કોશિકામાં રહે છે. આ બે પ્રકારના હોય છે - એચ આઈવી1 અને એચઆઈવી2 ,

- વાયરસ વ્હાઈટ બ્લડ સેલ્સ પર હુમલો કરે છે અને તેનો નાશ કરે છે. જેને કારણે રોગપ્રતિરોધક ક્ષમતા ઘટે છે.

- અસુરક્ષિત યૌન સંબંધ એડ્સ સંક્રમણનુ મુખ્ય કારણ હોય છે, સંક્રમિત લોહી અને મા થી બાળકને પણ એડ્સ થાય છે. સંક્રમિત માતાનુ દૂધ પણ બાળકમાં સંક્રમણનુ કારણ બને છે.

- વિષાણુમુક્ત ન કરવાની હાલતમાં સેલૂનમાં વપરાયેલા ઉસ્તરા અને બ્લેડના ઉપયોગથી પણ એડ્સનો ભય.

- સંક્રમણની જાણ કરવા બ્લડ ટેસ્ટ એકમાત્ર ઉપાય. લક્ષણોના આધારે ખાતરી કરવી શક્ય નહી.

- ભારતમાં 5 હજાર ઈંટિગ્રેટેડ કાઉસલિંગ એંડ ટેસ્ટિંગ સેંટર છે. જ્યા ટેસ્ટ કર્યા બાદ અડધો કલાકમાં જ રિપોર્ટ મળી જાય છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

હવામાનનો કહેર નહીં ઝેલી શકે ભારતના આ શહેરો! દુનિયાના ટોપ 20 ‘ડેન્જર’ શહેરોમાં અમદાવાદનો સમાવેશ

ગંગા નદીમાં ભયાનક પૂર, 150 વર્ષ જૂનું શિવ મંદિર પાણીમાં ગરકાવ; 62 ગામો ડૂબ્યાં

કરોડપતિ પરિવારની વહુ હતી, પણ સસરાનો હતો કંટ્રોલ, કેમેરાથી રાખતો હતો નજર..પુત્રવધુએ જ કરાવ્યુ મર્ડર

મોહલ્લાની પંચાત બની કમાણીનું સાધન, મહિલાએ ગોસિપ વેચીને બનાવી લીધા બે મકાન

એપલ પહેલા Xiaomi એ વાઈડ ડિસ્પ્લે વાળો ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો, 6000mAh બેટરી હશે

વધુ જુઓ..

ગણેશ ચતુર્થી પર ઘરે લાવવા માંગો છો બાપ્પાની મૂર્તિ તો આ વાતોનું રાખો ઘ્યાન, જાણો સૂંઢની દિશા સાથે જોડાયેલ ખાસ વાતો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -9 સપ્ટેમ્બર 2026

શું આ વખતે કેવડાત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે ? દૂર કરો કનફ્યુજન

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 સપ્ટેમ્બર, 2026

જય જય કપિ બળવંતા (હનુમાન દાદાની આરતી)

આગળનો લેખ