Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

રાત્રે ગરમ પાણીમાં એક ચમચી આ વસ્તુ ભેળવીને પી લો, સવારે આપમેળે જ નીકળી જશે પેટની બધી ગંદકી

Updated: મંગળવાર, 22 જુલાઈ 2025 (16:00 IST)
ghee with warm water
Ghee With Warm Water Benefits: પેટ સાફ ન થવુ એ એક સામાન્ય સમસ્યા છે. જે આજકાલના ખાનપાન અને લાઈફસ્ટાઈલને કારણે ખૂબ સામાન્ય થઈ ગઈ છે. પેટની ગંદકી સાફ ન થવાથી અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે. તેનાથી પેટ ફુલવુ, એસીડીટી અને અપચાની સમસ્યા પણ થઈ જાય છે. આજકાલ લોકો કબજિયાત માટે દવાની મદદ લે છે. પણ શુ  તમે જાણો છો કે પેટ સાફ કરવા માટે ઘરેલુ ઉપાય પણ રામબાણ છે. જો તમે પણ સવારે ફ્રેશ નથી થઈ શકતા કે જૂની કબજિયાતથી પરેશાન છો તો અહી અમે કેટલાક ઘરેલુ  ઉપાય બતાવી રહ્યા છે.  જેની મદદથી તમે બીજા દિવસે સવારે ફ્રેશ થઈ શકો છો અને પેટની બધી ગંદકી સાફ થઈ શકે છે.  
 
પેટ સાફ કરવા માટે અસરદાર ઘરેલુ ઉપાય  (Pet Saaf Karva mate Kargar Gharelu Upay)
ઘી અને ગરમ પાણીનુ સેવન 
 
-પ્રાકૃતિક લુબ્રિકેંટ - દેશી ઘી આંતરડાને ચિકાશ આપે છે જેનાથી મલ સહેલાઈથી બહાર નીકળે છે.  
- બ્યુટિરિક એસિડથી ભરપૂર - આ તત્વ આંતરડાના સોજાને ઓછો કરે છે ને પાચન સુધારે છે.  
-ટોક્સિન્સની સફાઈ - રાત્રે સેવન કરવાથી શરીરમાં જમા ગંદકી સવારે મળ સાથે બહાર નીકળી જાય છે.  
- મેટાબોલિજ્મ બૂસ્ટ - ઘી અને ગરમ પાણીનુ મિશ્રણ શરીરની ચયાપચયની ક્રિયાને ઝડપી બનાવે છે. 
- ઉંઘમાં સુધાર - આ ઉપાય માનસિક શાંતિ આપે છે જેનાથી ઉંઘ સારી આવે છે.   
 
કેવી રીતે કરશો સેવન   ?
- રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ કુણા પાણીમાં 1 ચમચી દેશી ઘી મિક્સ કરો 
- તેને ધીરે ધીરે પી લો અને તરત સૂઈ જવાથી બચો 
- તમે ચાહો તો સવારે ખાલી પેટ પણ તેનુ સેવન કરી શકો છો. પણ રાત્રે તેને લેવી વધુ અસરદાર માનવામાં આવે છે. 
 
આ વાતોનુ રાખો ધ્યાન 
 
- ઘી ની માત્રા સિમિત રાખો, વધુ સેવન કરવાથી ઉંઘી અસર થઈ શકે છે 
- ડાયાબિટીસ કે ફૈટી લિવરવાળા લોકો ડોક્ટરની સલાહ લઈને જ તેનુ સેવન કરે 
-  નિયમિતતા જરૂરી છે. અઠવાડિયામા ઓછામાં ઓછા 4 વાર અપનાવો  
 
કબજિયાતથી છુટકારો મેળવવાના અન્ય ઘરેલુ ઉપાય 
- કુણુ પાણી અને લીંબુનો રસ 
- અજમાનુ પાણી 
- ત્રિફળા ચૂરણ  
- ઈસબગોલની ભૂસી 
- સફરજનનો સિરકા 
- મઘ અને ગરમ પાણી 
- અળસીના બીજનુ પાણી 
 
જો તમે પેટની સફાઈ માટે દવાઓ પર નિર્ભર છો તો આ ઘરેલુ ઉપાય એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. ગરમ પાણી અને ઘી નુ મિશ્રણ ફક્ત કબજિયાતથી જ  રાહત નથી આપતુ પણ તે શરીરને અંદરથી પણ ડિટોક્સ કરે છે અને દિવસની શરૂઆતને હળવી અને એનર્જેટિક બનાવે છે.   

વધુ જુઓ..

ગુજરાત ભાડા બિલ મોકૂફ: વકીલોના ઉગ્ર વિરોધ સામે સરકાર નમી; હવે ફેબ્રુઆરી 2028 માં રજૂ થશે સુધારિત બિલ

UP રાજ્યસભા ચૂંટણી : BJP એ 8 ઉમેદવારોના નામ કર્યુ જાહેર, ધર્મપાલ સિંહને તક, હરદીપ સિંહ પુરીનુ પત્તુ કપાયુ

રેપ અને યૌન હિંસા પર SC સખ્ત, પોલીસને પુછ્યુ - ક્રાઈમ રોકવા માટે શુ કરી રહ્યા છો ? અપરાધિઓના મનમા ખોફ પેદા કરો

અબ્દૂલ જાજમ નહી પાથરે, પોતાનો રાજનીતિક હક લેશે, યૂપી ચૂંટણીને લઈને ઓવૈસીનુ મોટુ નિવેદન

SIR વિવાદ પર સુપ્રીમ કોર્ટે કહ્યુ - ન્યુઝ રિપોર્ટના આધાર પર નહી આપવામાં આવે આદેશ, ચૂંટણી પંચે પણ નોટિસ આપી

વધુ જુઓ..

રૂડી ને રંગીલી રે વ્હાલા - Rudi ne rangili re

ખમ્મા મારા નંદજીના લાલ - Khamma Mar Nandajin Lala

સોમવારે કરો આ સહેલા જ્યોતિષીય ઉપાય, દરેક વિધ્ન થશે દૂર અને પિતરોના મળશે આશિર્વાદ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -5 ઓક્ટોબર, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -4 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments