Back Pain - ફક્ત એક નુસ્ખાથી કમરનો દુખાવો અને સ્લિપ ડિસ્કને કરો દૂર
કમરનો દુખાવો એક એવી પરેશાની છે જે ન તો બેસવા દે છે ન તો ચેનથી સૂવા દે છે. ક્યારેક ક્યારેક આ કમરનો દુખાવો સ્લિપ ડિસ્કનુ રૂપ લઈ લે છે. જે એક પ્રકારની બીમારી કહેવાય છે. કમરના દુખાવાની સમસ્યા મોડા સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી કે વધુ ભાર ઉઠાવવાને કારણે પણ થઈ શકે છે. જો તમે પણ કમરના દુખાવાથી પરેશાન છો તો આજે અમે તમને એક ઘરેલુ નુસ્ખો બતાવીશુ જેની મદદથી તમે આ દુખાવાથી જલ્દી જ રાહત મેળવી શકો છો.
સામગ્રી - એલોવેરા, લોટ, દેશી ઘી, ખાંડ.
બનાવવાની રીત - સૌ પહેલા એલોવેરા લઈને તેના છાલટા ઉતારી દો અને તેના ગુદ્દાને કચડીને ઝીણુ કરી લો. હવે તેમા લોટ મિક્સ કરી લો અને તેના પછી દેશી ઘીમાં સેકી લો. હવે તેમા ખાંડ નાખીને તેનો શીરો બનાવી લો. હવે આ શીરાને જરૂરિયાત મુજબ 3 થી 4 અઠવાડિયા સુધી સવારે ખાલી પેટ લો. તેનુ સેવન કરવાથી દરેક પ્રકારનો કમરનો દુખાવો દૂર થશે અને સ્લિપ ડિસ્કમાં આરામ મળશે.