Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીથી ઠંડક અપાવશે અને લૂ થી બચાવશે આ 5 ચ્હા

Updated: સોમવાર, 13 મે 2019 (12:47 IST)
તમને સાંભળવામાં થોડુ વિચિત્ર લાગતુ હશે કે ચા તો ગરમી આપે છે. તો પછી ચા પીવાથી અને એ પણ ઉનાળામાં ઠંડક કેવી રીતે મળી શકે છે.   બસ તમારે ઋતુ મુજબ ચા બદલવી પડશે.  મોટાભાગના લોકો દિવસની શરૂઆત દૂધવાળી ચા થી કરે છે. પણ ગરમીની ઋતુમાં દૂધની ચા ને બદલે હર્બલ ચા પીવામાં આવે તો વધુ લાભ થશે.  
 
હર્બલ ચા એંટીઓક્સીડેંટ્સથી ભરપૂર હોય છે. તેથી કેંસર ડાયાબીટિસ અને હાઈ બીપી જેવા રોગોથી બચાવે છે અને શરીરની ગંદકીને બહાર કાઢે છે.   અનેક જડી બૂટીયો છે જે ગરમીની ઋતુમાં તમારા શરીરને ઠંડક પહોંચાડે છે અને લૂ હીટ સ્ટ્રોક પેટ સમસ્યાઓથી બચાવે છે.  તેનુ રોજ સેવન કરવાથી તમારી પાચન ક્રિયા પણ ઝડપી થાય છે. 
 
તો આવો જાણીએ ઠંડક અપાવતી અને શરીરને અનેક બીમારીઓથી બચાવતી પાંચ પ્રકારની ચા વિશે.. 
 
પહેલી છે તાજા ગુલાબના પાનની ચા - આ ચ્હા પીવાથી ત્વચા પર ચમક વધે છે. અનેક વિટામિન તેમા રહેલા હોય છે. દોઢ કપ પાણી લો અને તેમા એક તાજા ગુલાબના પાન નાખી દો. હવે તેને એક મિનિટ સુધી ઉકાળી લો અને ત્યારબાદ ગાળીને પી લો. 
 
બીજી ચ્હા છે ડુંગળીની ચા - ડુંગળીમાં ક્વેરસેટિન નામનુ તત્વ હોય છે. જે ફ્રી રેડિકલ્સ સામે લડવામાં શરીરની મદદ કરે છે. દોઢ કપ પાણી ઉકાળો અને તેમા ડુંગળીના ટુકડા નાખી દો. 1 મિનિટ પછી ગ્રીન ટી નાખીને ઢાંકી દો અને ત્યારબાદ ગાળીને પી લો. 
 
ત્રીજી ચા છે ગ્રીન ટી - ગ્રીન ટીમાં અનેક મહત્વપૂર્ણ એંટીઓક્સીડેટ્સ હોય છે જે પાચન પ્રક્રિયાને ઝડપી કર છે અને વજન ઓછુ કરવામાં મદદ કરે છે. ગ્રીન ટીનુ રોજ સેવન કરવાથી ડાયાબીટિસ કેંસર અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓથી બચી શકાય છે.  ખુલી ગ્રીન ટી નો ઉપયોગ વધુ લાભકારી હોય છે. 
 
ચોથી ચા છે તુલસીની ચા - તુલસી પણ એંટીઓક્સીડેંટ્સથી ભરપૂર હોય છે. ગરમ પાણીમાં 6-7 તુલસીના પાન નાખીને સારી રીતે ધોઈ લો. 2 મિનિટ મુક્યા પછી તેને ગાળી લો. અડધા લીંબુનો રસ અને નાની ચમચી મધ નાખીને પીવો. પેટ આખો કિડની અને દિલ માટે ખૂબ લાભકારી છે. 
 
પાંચમુ છે ફુદીનાની ચા - ફુદીનો પેટ માટે લાભકારી માનવામાં આવે છે.  ફુદીનામાં ઘણી માત્રામાં એંટીઓક્સીડેંટ્સ હોય છે. ફુદીનામાં વિટામિન એ, મેગ્નેશિયમ, ફૉલેટ અને આયરન ભરપૂર હોય છે.  આ પેટમાં બનનારા પાચક રસને વધારે છે.  ઉકળતા પાણીમાં બે મોટી ચમચી ફુદીનાના પાન નાખીને દસ પંદર મિનિટ સુધી ઉકાળો. ઉકાળ્યા પછી ગાળીને પીવો. ચાહો તો મધ નાખો. 

વધુ જુઓ..

Gen Z પ્રદર્શન અને અનામતથી લઈને બેરોજગારી સુધી, મોહન ભાગવતે બધા મુદ્દા પર કરી વાત, વાંચો મહત્વનું નિવેદન

Tax Reforms Bill 2026- FDI, નોકરીઓથી લઈને UPI ચાર્જ સુધી... સંસદે કરવેરા સુધારા બિલ 2026 પસાર કર્યું; જાણો શું બદલાય છે

યૌન શોષણ કેસમાં તરુણ તેજપાલને 10 વર્ષની સજા, બોમ્બે હાઈકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો પલટ્યો

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની એન્ટ્રી પર બ્રેક, સ્ટુડન્ટ વિઝામાં 62%નો મોટો ઘટાડો

EV Safety Tips: વરસાદમાં ઈલેક્ટ્રિક સ્કુટર ચલાવી રહ્યા છો ? આ નાનકડી ભૂલ પડી શકે છે ભારે .. જાણો સેફ્ટી ટિપ્સ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓગસ્ટ 2026

કામિકા એકાદશી ક્યારે છે, 8 કે 9 ઓગસ્ટ, જાણો વ્રતની સાચી તિથી અને ભગવાન વિષ્ણુની પૂજાનું શુભ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments