Travelling સમયે તમને ઉલ્ટી કે ઉબકા આવે છે ? તો ઘરેથી નીકળતા પહેલા કરો આ ઉપાય  
                                       
                  
				  				   
				   
                  				  અનેક લોકોને મોટાભાગે યાત્રા દરમિયાન માથામાં દુખાવો, ઉલ્ટે કે પેટમાં દુ:ખાવાની ફરિયાદ રહે છે.  આ કારણે હંમેશા જ તેમની યાત્રા ખરાબ થઈ જાય છે અને તેઓ યાત્રાને એંજોય નથી કરી શકતા.   જેને કારણે યાત્રા દરમિયાન જરૂર કરતા વધુ થાક અને સુસ્તી થઈ જાય છે. પણ જો કેટલાક સહેલા ઉપાયો કરવામાં આવે તો આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આવો જાણીએ આવા સમયે આ બધા ઝંઝટોથી દૂર રહેવાના કેટલાક સરળ ઉપાય.. 
				  										
							
																							
									  
	 
	- આદુ ઉલ્ટીમાં ખૂબ કારગર હોય છે. ટ્રાવેલિંગ દરમિયાન આદુનો નાનકડો ટુકડો મોઢામાં મુકો અને ચાવો. આદુથી બનેલી ટોફી પણ ખાઈ શકો છો. જો આદુથી બનેલી ચા પી લેશો તો પણ યાત્રા દરમિયાન ઉલ્ટીની સમસ્યા નહી થાય. 
				  
	 
	- આ ઉપરાંત તુલસીના પાન પણ તમારી આમાં મદદ કરશે. ટ્રાવેલિંગ પર નીકળતા પહેલા તુલસીના પાનને ચાવો. રસ્તામાં તેને ચાવતા રહો. આરામ મળશે.  
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	- આ ઉપરાંત એક બોટલમાં લીંબુ, ફુદીનાનો રસ અને સંચળ નાખીને તમારી સાથે રાખો અને થોડી થોડી વારમાં પીતા રહો. આ પણ ઉલ્ટીથી બચાવ કરશે. 
				  																		
											
									  
	 
	- ડુંગળીના રસથી પણ ફાયદો થાય છે. ડુંગળીના એક ચમચી રસમાં એક ચમચી આદુનો રસ નાખીને પીવાથી આરામ મળે છે. ઘરેથી નીકળવાના એક કલાક પહેલા આ રસને પીવો. ફાયદો થશે. 
				  																	
									  
	 
	- ફુદીનાના સુકા પાનને ગરમ પાણીમાં ઉકાળો. એક ચમચી મધ મિક્સ કરી લો અને તેને ચા ની જેમ પીવો.  ઘરેથી નીકળવાના એક કલાક પહેલા પીવો.  રસ્તામાં ઉલ્ટી નહી થાય. 
				  																	
									  
	 
	- યાદ રાખો કે જ્યારે પણ કોઈ યાત્રા પર નીકળો તો કોઈપણ પ્રકારનુ ભારે ભોજન ન કરો.  મસાલેદાર વસ્તુઓ ખાવાનુ ટાળો.