સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 એપ્રિલ 2019 (11:31 IST)

હવામાન વિભાગ - ગરમીથી રાહત નહી મળે, 30 એપ્રિલ સુધી શુષ્ક રહેશે વાતાવરણ, ગરમીનો પારો વધશે

એપ્રિલ મહિનો ખતમ થયો નથી કે ગરમી ચરમ પર છે. અત્યારથી પારો 42 ડિગ્રીને પાર જઈ પહોંચ્યો છે.  રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના પગલે રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ ક્રોસ કર્યો છે. અમદાવાદમાં પણ હજી 2 દિવસ રેડ એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
 
હવામાન વિભાગે આપેલા આગાહી મુજબ આગામી  5 દિવસમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ જઇ શકે છે. સૌરાષ્ટ્રમાં પણ 45 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચી શકે છે, જેથી સુરત સહિત સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી સોમવાર સુધી આકરી પડવાની આગાહી કરવામાં આવી છે. શનિવારે અને રવિવારે રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે.
 
હવામાન વિભાગની જાણકારી મુજબ આવનારા 3 દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, સૌરાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિ રહેશે. હાલ અમદાવાદમાં 43.3 ડિગ્રી ગરમી પડી રહી છે. અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં બીજીવાર ગરમીનો પારો 43.3 ડિગ્રીને પાર થયો છે. અગાઉ 23 એપ્રિલે 43.3 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. ગયા વર્ષે એપ્રિલમાં એકપણ વખત ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો નહોતો.