Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોમ ટિપ્સ - ઉનાળામાં ઘરને નેચરલ રીતે ઠંડુ રાખવાની ટિપ્સ

ગુરુવાર, 19 એપ્રિલ 2018 (01:27 IST)
ગરમીની સીઝન શરૂ થઈ ચુકી છે સાથે જ આવી ગયા AC અને કૂલરના ખર્ચા. લોકોએ પોતાના ઘરને ઠંડુ રાખવા માટે કૂલર અને એસી ચલાવવા પણ શરૂ કરી દીધા છે. પણ શુ તમે જાણો છો આખો દિવસ એસીમાં બેસવુ આરોગ્ય માટે હાનિકારક હોય છે.  આવામાં જરૂરી નથી કે તમે ઘરને ઠંડુ રાખવા માટે એસી અને કૂલર જ ચલાવતા રહો. આ માટે તમે કેટલાક નેચલર ઉપાયો પણ કરી શકો છો.  આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ જે બળબળતી ગરમીમાં પણ તમારા ઘરને નેચરલ રીતે ઠંડુ રાખશે.  તો ચાલો જાણીએ એસી અને કૂલર વગર  ઘરને ઠંડુ રાખવાની ટિપ્સ  
 
1. છતને ઠંડી રાખો - ઘરની છતને ઘટ્ટ અને ડાર્ક રંગ ન કરાવશો.. કારણ કે તે જલ્દી ગરમ થઈ જાય છે. ઘરને ઠંડુ રાખવા માટે અગાસી પર સફેદ પેંટ કે પીઓપી કરાવો. સ્પેસ એડમિનિસ્ટ્રેશન મુજબ આવુ કરવાથી ઘર 70-80 ટકા સુધી ઠંડુ રહે છે. સફેદ રંગ રિફ્લેટરનુ કામ કરે છે. 
2. હળવા રંગની બૈડ શીટ - ગરમીની ઋતુમાં કાય કૉટનની બેડશીટ અને પડદાંનો ઉપયોગ કરો. કૉટન ફૈબ્રિક અને લાઈટ કલરના પડદાં લગાવવાથી ઘરમાં ઠંડક રહે છે. 
 
3. ઈકો ફ્રેંડલી ઘર - જ ઓ તમે નવુ ઘર બનાવડાવી રહ્યા છો તો પહેલ જ ઈકો ફ્રેંડલી કામ કરાવો. ઘરને બનાવવા માટે હંમેશા રેનવોટર હાર્વેસ્ટિંગ, સોલર વોટર હીટિંગ સિસ્ટમ, સીવેઝ ટ્રિટમેંટ પ્લાન જેવી વસ્તુઓ પર ફોકસ કરો.  તેનાથી ઘર ગરમીની ઋતુમાં પણ ઠંડુ રહે છે. 
 
4. ગાલીચો ન પાથરશો - ઘરને સ્વચ્છ રાખવા માટે દરેક ગાલીચો પાથરે છે.  પણ ગરમીની ઋતુમાં આવુ ન જ કરો તો સારુ છે. ખાલી ફર્શ ઠંડુ પણ રહેશે અને ઉનાળામાં ઉઘાડા પગે ટાઈલ્સ પર ચાલવુ આરોગ્ય માટે પણ સારુ હોય છે. 
5. હવાદાર ઘર અને પાણીનો છંટકાવ 
 
મોટાભાગે તમે દિવસના સમયે બારી-દરવાજા બંધ કરી રાખ છો અને સાંજના સમયે પણ તેને ખોલવાને બદલે બંધ જ રહેવા દો છો. તેને બદલે તમે દરવાજા અને બારીઓ સવાર-સાંજ ખોલી દો.  આ ઉપરાંત ઘરની છત પર પાણી પણ છાંટો. આ રીત તમારા ઘરને નેચરલ રીતે ઠંડુ રાખશે. 
 
6. છોડ દ્વારા ઠંડક - પોતાના ઘર કે ગાર્ડન કે રૂમની અંદર ઠંડક આપનારા છોડ લગાવો.  ઘરના મેન ગેટ અને ઓસરીની આસપાસ છોડને મુકવાથી ગરમીની અસર મોટી હદ સુધી ઓછી કરી શકાય છે.  છોડને કારણે ઘરનુ તાપમાન 6-7 ડિગ્રી જેટલુ ઓછુ જ રહે છે.  જે ઘરને ઠંડુ રાખવા માટે પુષ્કળ છે. 

વધુ જુઓ..

Tata Sierra EV vs Toyota Ebella: 500 કિમીથી વધુ રેન્જ ધરાવતી બે ધાકડ ઇલેક્ટ્રિક SUV વચ્ચે મહામુકાબલો, જાણો લોન્ચ તારીખ અને કિંમત!

20,000 ના બજેટમાં આ છે જૂન 2026 ના ટોપ 3 બેસ્ટ સ્માર્ટફોન્સ, 7000mAh બેટરી અને ગેમિંગ પ્રોસેસરનો ઘાંસૂ કૉમ્બો

સોનાના ભાવ સ્થિર રહ્યા, ચાંદીના ભાવ ઘટ્યા: આજના તાજેતરના સોના અને ચાંદીના ભાવ જાણો

ભારે ગરમીના મોજા પછી, હવામાને મોટો યુ-ટર્ન લીધો છે! IMD એ તેની ચેતવણી બદલી છે, ઘણા રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી આપી છે.

મોટા ગુડ ન્યુઝ - હોર્મુજને પાર કરી ભારત આવશે 34 જહાજ, જાણો તેના પર શુ શુ લાદેલુ છે ?

વધુ જુઓ..

Purnima June 2026: જૂનમાં આવશે વટ પૂર્ણિમા, નોંધી લો તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 જૂન 2026

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

આગળનો લેખ
Show comments