Festival Posters
✕

કિચન ટિપ્સ - રોટલી સાથે મુકશો આદુના ટુકડા તો થશે આ ફાયદો

Updated: શનિવાર, 6 જાન્યુઆરી 2018 (16:07 IST)
કિચનમાં જમવાનુ બનાવતી વખતે કેટલીક ખાસ ટિપ્સ અપનાવવાથી ખાવાનુ સ્વાદિષ્ટ બને છે અને સમયની પણ બચત થાય છે. જાણો આવી જ ટિપ્સ. જેનાથી રસોઈનો સ્વાદ અને તાજગી લાંબા સમય સુધી બની રહે છે. 
 
- ભીંડાની ચીકાશ દૂર કરવા માટે શાક બનાવતી વખતે તેમા લીંબૂનો થોડો રસ અથવા અડધી ચમચી આમચૂર પાવડર નાખી દો. તેનાથી ભીંડાની ચિકાશ દૂર થઈ જશે. 
- પૂરી કે ભજીયા તળતી વખતે તેલમાં ચપટી મીઠુ નાખી દેવુ જોઈએ.. તેનાથી ભજીય તેલ ઓછુ પીશે અને તેલની બચત પણ થશે. 
 
જાણો આવી જ કેટલીક વધુ ટિપ્સ.... 
 
- રોટલીના વાસણમાં આદુના નાના નાના ટુકડા નાખવાથી રોટલી લાંબા સમય સુધી નરમ રહે છે. 
 
- ઈડલીનુ મિશ્રણ તૈયાર કરતી વખતે તેમા થોડા બાફેલા ચોખા વાટીને નાખી દો. તેનાથી ઈડલી નરમ બને છે. 
- ક્રિસ્પી પકોડા (ભજીયા) બનાવવા માટે બેસનમાં થોડો કોર્નફ્લોર અથવા તો ચોખાનો લોટ મિક્સ કરી દો.. 
 
- કારેલાની કડવાશ ઓછી કરવા માટે કારેલાનુ શાક બનાવતા પહેલા કારેલા સમારીને તેમા થોડુ મીઠુ મિક્સ કરીને અડધો કલાક માટે મુકી રાખો. બનાવતા પહેલા કારેલાનુ પાણી નીચોવી લો.. કડવાશ ઓછી થઈ જશે 
 
- લીલા શાકભાજી ક્યારેય પ્લાસ્ટિકની થેલીમાં મુકશો નહી તેનાથી શાક ખરાબ થઈ જાય છે
 

વધુ જુઓ..

IDBI બેંકના ખાનગીકરણ સામે કર્મચારીઓનો આક્રોશ: 3 ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળનું એલાન, ગુજરાતમાં ₹1200 કરોડના વ્યવહારો અટકશે

વર્ષ 2027માં વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ કોર્સની યાદી – ભવિષ્યમાં સારી કારકિર્દી બનાવવા માટેના બેસ્ટ કોર્સ

૫૦ કિમીની ઝડપે પવન અને ભારે વરસાદ, આગામી ૧૫ કલાકમાં હવામાન બદલાશે, ૫ રાજ્યોમાં આવતીકાલે હવામાન વિભાગનું એલર્ટ

24 Karat Gold Rate- નવેમ્બરમાં સોનાના ભાવમાં ₹14,000 થી વધુનો ઘટાડો થયો... જાણો શા માટે આગામી 15 દિવસ સોનાના રોકાણકારો માટે મહત્વપૂર્ણ

શું તમે તમારા કમ્પ્યુટર પર WhatsApp લૉગ આઉટ નથી કરતા? સરકારે ચેતવણી જા રી કરી છે, જેનાથી મોટી છેતરપિંડી થવાની સંભાવના છે.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25, નવેમ્બર 2026

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24, નવેમ્બર 2026

દેવ દિવાળી પર દીવો પ્રગટાવવાનો શુભ સમય શું છે ? નોંધી લો દીપદાનનું યોગ્ય મુહૂર્ત અને મહત્વ

આગળનો લેખ
Show comments