Daily Horoscope
✕

GT એ લગાવી જીતની હેટ્રિક, KKR ને મળી સતત 5 મી હાર, પ્લેઓફની આશાઓ પર પાણી ફરી વળ્યું

Updated: શનિવાર, 18 એપ્રિલ 2026 (00:25 IST)
GT vs KKR: IPL 2026 ની 25મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઇટન્સ આમને-સામને હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા, કોલકાતા નાઈટ રાઈડર્સ 20 ઓવરમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કેમેરોન ગ્રીને સૌથી વધુ 79 રન બનાવ્યા. ગુજરાત તરફથી કાગીસો રબાડાએ ત્રણ વિકેટ લીધી. મોહમ્મદ સિરાજ અને અશોક શર્માએ બે-બે વિકેટ લીધી.
 
કોલકાતાના સ્કોરના જવાબમાં, ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કર્યું, 181 રનનો લક્ષ્યાંક છેલ્લી ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. કેપ્ટન શુભમન ગિલ ગુજરાતની જીતનો હીરો રહ્યો, તેણે 50 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 86 રન બનાવ્યા. જોસ બટલરે 25 રનનું યોગદાન આપ્યું. આમ, ગુજરાતે સતત ત્રીજી મેચ જીતી અને પોઈન્ટ ટેબલમાં મોટો ઉછાળો નોંધાવ્યો.
 
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ સિઝન અત્યંત નિરાશાજનક રહી છે. અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ, ટીમ હજુ સુધી જીતી શકી નથી. તેઓ 6 માંથી 5 મેચ હારી ગયા છે, જ્યારે પંજાબ સામેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી ત્યારે તેમને માત્ર એક જ પોઈન્ટ મળ્યો હતો. કેકેઆર હાલમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે, અને આ હારથી તેમની પ્લેઓફની આશાઓને મોટો ફટકો પડ્યો છે.
 

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુ અને વિઠ્ઠલને ધરાવો આ ખાસ નૈવેદ્ય, જાણો પરંપરાગત મીઠાઈઓની રેસિપી

શરીરમાં મેગ્નેશિયમની કમી નહી થવા દે આ ફુડ્સ, ઉંઘ અને માંસપેશીઓ માટે પણ લાભકારી

કાળા અને ચીકણા તવાને મિનિટોમાં બનાવો ચમકદાર! લીંબુ અને મીઠાની આ જબરદસ્ત ટ્રિક અજમાવો

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

મકાઈ ના ઢોકળા

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments