1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. આઈપીએલ 2026
  4. sakib hussain story in gujarati

Sakib Hussain Story - માતાએ ઘરેણા વેચીને અપાવ્યા જૂતા, પિતાએ કહ્યુ - એક ટાઈમના ખાવા માટેના પણ... રડાવી દેશે તમને SRH પેસર સાકિબ હુસૈનની સ્ટોરી

sakib hussain story in gujarati
sakib hussain story in gujarati
Sakib Hussain Story સાકિબ હુસૈન એ બોલરોમાં સામેલ થઈ ગયો છે જેમણે IPL ડેબ્યૂ મેચમાં 4 કે તેનાથી વધુ વિકેટ લીધી. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમતા સાકિબે 4 ઓવરમાં 24 રન આપ્યા અને 4 વિકેટ લીધી. તેની સાથે પ્રફુલ્લ હિંગેએ પણ 4 વિકેટ લીધી.  તેની પણ આ ડેબ્યૂ મેચ હતી. અહી અમે હુસૈનના જીવનમાં આવેલ સંઘર્ષ વિશે બતાવી રહ્યા છીએ. જેને પાર કરીને તે આજે ચર્ચામાં આવ્યો  છે. તેનુ જીવન ગરીબીમા વીત્યુ. જ્યારે તે   KKR મા સામેલ થયો  હતા ત્યારે ફ્રેચાઈજીએ તેનો એક ઈંટરવ્યુ વીડિયો શેર કર્યો હતો. આ ઈંટરવ્યુમાં તેના પિતાએ બતાવ્યુ હતુ કે એક સમયે ખાવાના પણ ફાંફા પડતા હતા. તેમણે સાકિબના વ્યવ્હારના પણ વખાણ કરતા કહ્યુ કે તે પણ આર્થિક સ્થિતિ સમજતો હતો.   
 

માતાએ વહેચ્યા ઘરેણા 
 

સાકિબ હુસૈનના માતાજીએ પણ એ ઈંટરવ્યુમાં બતાવ્યુ કે તેમના પુત્રને ક્રિકેટના શુઝ જોઈતા હતા પણ ખૂબ મોંઘા હોવાને કારને તેઓ ખરીદી શકતા નહોતા. જેને કારણે તેમનો પુત્ર ઉદાસ હતો. તેની આંખોમાં આંસુ આવી જતા હતા. ત્યારે તેની માતાએ ઘરેણા વેચીને તેને સ્પાઈક શુઝ અપાવ્યા.  
 
 
તેના પિતા ખેડૂત હતા, પરંતુ ઘૂંટણની તકલીફને કારણે તેઓ કામ કરી શકતા ન હતા. તે ઇન્ટરવ્યુમાં, સાકિબ હુસૈને ખુલાસો કર્યો કે તેણે જ તેના પિતાને કામ કરવાની ના પાડી હતી.  શરૂઆતમાં, સાકિબ સેનામાં જોડાવા માંગતો હતો અને તેના માટે તૈયારી પણ કરતો હતો. પછી, તેણે ટેનિસ બોલથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેની પ્રતિભા જોઈને, તેના મિત્રો અને સંબંધીઓએ તેને પ્રોફેશનલ ક્રિકેટર બનવાની સલાહ આપી.
 

 IPL માં એંટ્રી કેવી રીતે થઈ  ?
 

સાકિબ હુસૈન બિહારના ગોપાલગંજથી આવે છે. જેણે  IPL માં સૌથી પહેલા કલકત્તા નાઈટ રાઈડર્સે ખરીદ્યો હતો.  KKR એ તેને 2024 માં 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પણ તેને ક્યારેય મેચમાં રમાડ્યો નહી. કલકત્તામાંથી છુટો કર્યા પછી વર્તમાન સંસ્કરણ (IPL 2026) માટે સનરાઈઝર્સ હૈદરાબાદે તેને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો. જેને માટે તેણે પહેલી જ મેચમાં 4 વિકેટ લીધી.  
 
સાકિબની આઈપીએલમાં એંટ્રી તેના સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પ્રદર્શન પછી થઈ.  તેણે 17 વર્ષની વયે બિહાર માટે SMAT માં ડેબ્યૂ કર્યુ,  જેની બીજી જ મેચમાં તેણે 4 વિકેટ લીધી. આ ટૂર્નામેંટમાં IPL ફ્રેંચાઈજીઓની સ્કાઉટ ટીમ પણ હાજર હતી જેની નજર સાકિબની બોલિંગ પર પડી.