સંબંધિત સમાચાર
- અવકાશમાં સર્જાયુ છે ભયંકર તોફાન, મોબાઈલ સિગ્નલ અને જીપીએસ પર પડી શકે છે ગંભીર અસર
- આજે ભારતમાં આવી રહ્યુ છે 120 Hz ડિસ્પ્લે અને 65 W ફાસ્ટ ચાર્જિંગ વાળો જોરદાર ફોન જુઓ વિગત
- ભારતના અનેક ભાગમાં Gmail થયું ડાઉન, યૂઝર્સને મેલ મોકલવામાં થઇ રહી છે સમસ્યા
- ભારત સહિત દુનિયાભરમાં WhatsApp, Facebook અને Instagram ડાઉન, કંપનીએ રજુ કર્યુ નિવેદન
- હવે તમે ઉડીને જઈ શકશો ઓફિસ, મેડ ઈન ઈંડિયા ફ્લાઈંગ કાર આ દિવસે થશે લોંચ, ટોપ સ્પીડ 120Kmph
Google smartphone - ગૂગલ નો નવો ફોન
Google લાવી રહ્યુ છે અત્યાર સુધીનો સૌથી ફાસ્ટ સ્માર્ટફોન, જાણો આ ધાંસૂ ફોન ક્યારે થશે લૉન્ચ ને શું છે ફિચર્સ-કિંમતકંપની Pixel Fall Launchના નામથી 19 ઓક્ટોબરે એક ઇવેન્ટ લૉન્ચ કરવામાં આવી
Google Pixel 6 Launch Date: ગૂગલના મહત્વાકાંક્ષી Pixel 6 સિરીઝના લૉંચ માટેની સત્તાવાર તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી 19 ઓક્ટોબરના રોજ રાત્રે 10:30 કલાકે વર્ચ્યુઅલ ઈવેન્ટમાં Pixel 6 સિરીઝ લૉન્ચ કરવામાં આવી
Pixel 6 Proનો કેમેરા
Pixel 6 Pro ટ્રિપલ રિયર કેમેરા સાથે આવશે. અહેવાલો મુજબ Pixel 6 Proના કેમેરા દમદાર હશે. તેમાં ટ્રિપલ રિયર કેમેરામાં 50 MPનું સેમસંગ GN1 શૂટર, 12 MPનું IMX386 અલ્ટ્રા-વાઇડ એંગલ શૂટર અને 48 MPનું IMX586 4X ઝૂમ ટેલિફોટો શૂટર મળશે. જ્યારે આગળની તરફ 12 MPનો સોની IMX663 કેમેરો હશે.
Pixel 6માં 90Hzના રિફ્રેશ રેટ સાથે 6.4 ઇંચની ફુલ એચડી પ્લસ (FHD+) એમોલેડ ડિસ્પ્લે મળશે. બીજી તરફ Pixel 6 Proમાં 120Hzના રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચની ક્યુએચડી પ્લસ (QHD+) એમોલેડ ડિસ્પ્લે મળશે. બંને સ્માર્ટફોન પંચ-હોલ ડિસ્પ્લે ડિઝાઇન અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવશે.

