Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાર્ષિક રાશિફળ 2015 - જાણો મેષ રાશિવાળા લોકો માટે કેવુ રહેશે વર્ષ 2015

શનિવાર, 3 જાન્યુઆરી 2015 (11:29 IST)
પારિવારિક ભવિષ્યફળ - મેષ રાશિફળ બતાવે છે કે પારિવારિક દ્રષ્ટિકોણથી આ વર્ષ 2015 તમારે માટે અનુકૂળ રહેશે. પરિવારમાં સુખ અને શાંતિનુ વાતાવરણ રહેશે. તમે પારિવારિક સુખ પ્રાપ્ત કરશો. જો કે બીજા અને પાંચમા ભાવ પર શનિની દ્રષ્ટિને કારણે કેટલાક પારિવારિક અસંતોષ પણ શક્ય છે. સંતાનને લઈને પણ કેટલીક ચિંતાઓ શક્ય છે. તેથી કોશિશ કરો કે તમારી અંદર અહંકાર યુક્ત ભાવનાઓ ન જાગે. ગુરૂજનો અને માતા-પિતાના સંબંધોને વધુ સારા બનાવવાનો પ્રયત્ન કરો. મેષ 2015 રાશિફળ સંકેત કરી રહ્યુ છે કે તમારી રાશિમાં ગુરૂવારનો ગોચર છે. આ બાબતે આ ગોચર તમારી ખૂબ સહાયતા કરશે. તેથી કોશિશ કરવા પર તમે  વિપરિત પરિસ્થિતિયોથી બહાર આવીને પારિવારિક સામંજસ્ય બનાવવામાં સફળ રહેશો.  

 
સ્વાસ્થ્ય ભવિષ્યફળ 
 
મેષ રાશિફળ 2015ના મુજબ આ વર્ષ તમારા સ્વાસ્થ્ય માટે અનુકૂળ રહેશે. જો પહેલાથી કોઈ બીમારી નથી તો કોઈ મોટી પરેશાની નહી આવે. પણ છઠ્ઠા ભાવનો રાહુ ક્યારેક ક્યારેક થોડાક ઉપરી અવરોધો આપી દે છે. તેથી કોઈ પ્રકારનુ કષ્ટ હોય તો દવાની સાથે સાથે દુઆ કરવી બિલકુલ ન ભૂલો. 2015 મેષ રાશિફળ તમારા મનને એકાગ્ર કરવા માટે સમાધિ અને યોગ ક્રિયાઓની સલાહ આપે છે. આનાથી તમારી અંદર સંચાર થશે. સમય સમય પર તમે જળવાયુ પરિવારતન કરવા જઈ શકો છો. જો કે મેષ ભવિષ્યફળ 2015 ના મુજબ આ વર્ષ વાહન ચલાવતી વખતે સાવધાનીની જરૂર પડશે. 
 
 
પ્રેમ અને વૈવાહિક ભવિષ્યફળ 
મેષ 2015 કહે છે કે પ્રેમ પ્રસંગો માટે આ વર્ષ મળતાવડુ પરિણામ આપશે. વર્ષના પ્રારંભના મહિના પ્રેમ પ્રસંગોમાં મનદુખ ઉભુ કરી શકે છે. શનિની પંચમ ભાવમાં દ્રષ્ટિને જોતા પ્રેમ પ્રસંગના બાબતે ખાલી ખોટી જીદ ન કરશો.  વર્ષ 2015નો બીજો ભાગ પ્રેમ પ્રસંગ અને સગાઈ માટે અનુકૂળ રહેશે. કોઈ જૂના સંબંધી કે પરિચિતનો સ્નેહ મળશે. 
 
કાર્યક્ષેત્ર ભવિષ્યફળ 
 
વર્ષ 2015 ની મેષ રાશિફળ બતાવે છેકે કાર્ય-વ્યવસાય માટે આ વર્ષ સારુ રહેશે. વેપારમાં ફેરફાર કે પછી નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. અનુભવી અને વરિષ્ઠ લોકોની મદદ મળશે. જેનાથી તમારા કામમા લાભનો ફાયદો થશે. 2015 મેષ રાશિફળ મુજબ કેટલાક વ્યવસાયિક અને અનુભવી વ્યક્તિઓને મળવાથી તમે તમારી કાર્યશૈલીમાં સુધાર કરી શકશો. કેટલીક પરેશાનીઓ આવી તો શકે છે. પણ તમે તમારા કામને પુરૂ કરીને જ રહેશો.  
આર્થિક ભવિષ્યફળ 
 
મેષ ભવિષ્યફળ  2015 બતાવી રહ્યુ છે કે આ વર્ષ તમારી આવકમાં નિરંતરતા કાયમ રહેશે. આવકના કોઈ નવા સ્ત્રોત મળવાની પણ આશા છે. કોઈ વેપાર કે વ્યવસાયને શરૂ કરવામાં ખર્ચ થઈ શકે છે. 2015 મેષ રાશિફળ તમને સચેત કરે છે કે ક્યાથી અચાનક કોઈ મોટો લાભ પણ થઈ શકે છે. પણ ધન સ્થાન પર શનિની દ્રષ્ટિ અને કેતુના બારમા ભાવમાં હોવાને કારણે આવુ પણ થઈ શકે છે કે આ વર્ષ તમે કોઈ બેંક બેલેંસ ન બનાવી શકો. જો કે આની પાછળ કારણ એ પણ હોઈ શકે છે કે જેવી કે તમે કોઈ સંપત્તિ ખરીદી શકો છો કે મુડી રોકાણ કરી શકો છો. મતલબ ટૂંકમાં મેષ 2015 રાશિફળ કહે છે કે આ વર્ષ તમારા આર્થિક બાબતો માટે અનુકૂળ રહેશે.  
 
શૈક્ષણિક ભવિષ્યફળ 
 
મેષ રાશિફળ 2015 સંકેત કરી રહ્યુ છે કે અભ્યાસ માટે આ વર્ષ અનુકૂળ રહેશે. મહેનત કરનારાઓને ઉત્તમ પરિણામની પ્રાપ્તિ થશે પણ અભ્યાસમાં બેદરકારી કરવાથી બચવુ પડશે. 2015 મેષ રાશિફળ તમને સલાહ આપીએ છીએ કે તમે તમારા અધ્યાપકો અને પ્રાધ્યાપકો સાથે ઉત્તમ સંબંધો બનાવી રાખવાનો પ્રયાસ કરો. તેમની સાથે કારણ વગર વિવાદ ન કરો. આવા વિદ્યાર્થી જે તાક્રિક વિષયો સાથે સંબંધ ધરાવે છે તેમને માટે સમય અનુકૂળ રહેશે. વિદેશ જઈને અભ્યાસ કરનારાઓ માટે પણ સમય અનુકૂળ છે.  
 
મેષ 2015 - રાશિફળનો ઉપાય 
 
તમારા કુળ પંડિત/પુરોહિતને દર ત્રીજા મહિને પીળા વસ્ત્રોનુ દાન કરો 
સ્નાનના પાણીમાં બે ચમચી દૂધ નાખીને સ્નાન કરો 
 
આશા કરીએ છીએ કે મેષ રાશિફળ 2015 તમને આ વર્ષે યોગ્ય માર્ગદર્શન આપવામાં મદદરૂપ બને અને વર્ષ 2015ના ભવિષ્યમાં થનારી ઘટનાઓ દ્વારા તમને અવગત કરાવે. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

બાંગ્લાદેશમાં એક દુર્લભ સફેદ ભેંસ "ડોનાલ્ડ ટ્રમ્પ" બની ગઈ છે; બકરી ઇદ પર તેને જોવા માટે ભીડ ઉમટી પડી

Fuel Price Rise:પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો, 10 દિવસમાં ત્રીજો વધારો

જીજા ગયો હતો દુબઈ, ભાઈએ પરિણીત બહેન પર 10 મહિના સુધી બળાત્કાર ગુજાર્યો; વીડિયો બનાવીને બ્લેકમેલ કરતો રહ્યો

દિલ્હી-એનસીઆરમાં ભીષણ ગરમીથી રાહત, ભારે પવન સાથે વરસાદ, આકાશમાં ઘેરા વાદળો છવાયેલા

અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી આવેલો મુસાફર 20 કિલો ગાંજા સાથે ઝડપાયો

Show comments