Biodata Maker
✕

અકબર બીરબલની વાર્તા - ઉંટની ગરદન વાંકી કેમ ?

Updated: મંગળવાર, 18 જૂન 2019 (12:07 IST)

એક દિવસ મહારાજા અકબર યમુના નદીના કિનારે સાંજે ફરી રહ્યાં હતાં. બીરબલ પણ તેમની સાથે હતાં, અકબરે ત્યાં એક ઉંટને ફરતું જોયું. અકબરે બિરબલને પુછ્યું, બીરબલ કહે તો, ઉંટની ગરદન વળેલી કેમ હોય છે?

બીરબલે વિચાર્યું મહારાજને તેમનો વાયદો યાદ અપાવવાનો આ યોગ્ય સમય છે. બીરબલે કહ્યું, મહારાજ આ ઉંટ કોઈની સાથે વાયદો કરીને ભુલી ગયું છે, જેના લીધે ઉંટની ગરદન વળી ગઈ છે. મહારાજ, કહેવાય છે કે જે કોઈ પણ વાયદો કરીને ભુલી જાય છે ભગવાન તેની ગરદન આ ઉંટની જેમ વાળી દે છે. આ એક રીતની સજા છે.

ત્યારે અકબરને યાદ આવે છે કે, તેમણે પણ બીરબલને એક વાયદો કર્યો હતો અને ભુલી ગયાં છે. તેમણે બીરબલને ઝડપથી મહેલમાં ચાલવા માટે કહ્યું. અને મહેલમાં પહોચતાંની સાથે જ તેમણે બીરબલને તેની પુરસ્કારને રકમ સોંપી દિધી અને કહ્યું હવે તો મારી ગરદન ઉંટની જેમ નહિ વળી જાય ને બીરબલ ! આટલુ કહીને અકબર જોરથી હસી પડ્યાં. અને આ રીતે બિરબલે પણ માંગ્યા વિના ચતુરાઈથી પોતાનો પુરસ્કાર મેળવી લીધો.

વધુ જુઓ..

વિશ્વની સૌથી સુંદર મહિલાઓ ધરાવતા દેશોની યાદીમાં રશિયા ટોચ પર છે, જ્યારે ભારત ત્રીજા ક્રમે છે

ગુજરાત સરકારની કર્મચારીઓને દિવાળી ભેટ! સચિવાલયના 64 નાયબ સેક્શન અધિકારીઓને બઢતી

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો પ્રારંભ: વડોદરા 17 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, અમદાવાદમાં બેવડી ઋતુનો માહોલ

ગુજરાત હાઈકોર્ટ અને CM ઓફિસને બોમ્બની ધમકી મળતાં દોડધામ: બોમ્બ સ્ક્વોડ અને સાયબર સેલ એક્શન મોડમાં

દિવાળીના દિવસે લક્ષ્મીજીનો કયું ચિત્ર લગાવીને પૂજા કરવી?

વધુ જુઓ..

નરક ચતુર્દશી અને કાળી ચૌદસ 2026: યમનો દીવો ક્યારે અને કેવી રીતે પ્રગટાવવો? સાચો સમય, દિશા અને નિયમો જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 નવેમ્બર, 2026, 2026

Lakshmi Charan on Diwali- જો તમે દિવાળી પર લક્ષ્મીના પગલા ઘરના દરવાજા પર રાખો છો, તો આ ભૂલો ન કરો; ધનની દેવી ખાલી હાથે પાછી ફરશે

Kali Chaudas 2026- કાળી ચૌદસ શુભ મુહૂર્ત, કાળી ચૌદસના દિવસે શુ કરવુ જોઈએ?

દિવાળીના દિવસે લક્ષ્મીજીનો કયું ચિત્ર લગાવીને પૂજા કરવી?

આગળનો લેખ
Show comments