Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી બાળવાર્તા - હાથી અને દરજી

શુક્રવાર, 14 જુલાઈ 2017 (19:45 IST)
એક હાથી હતો. જાણે મોટો કાળો પહાડ. પાછળ ટૂંકી પૂછ ને આગળ લાંબી મોટી લટકતી સૂંઢ. 
એ સાધુ મહારાજનો હાથી હતો. સાધુ મહારાજને હાથી ખૂબ વહાલો હતો. હાથી દરરોજ તળાવે નહાવા જાય. રસ્તામાં એક દરજી આવે. હાથી દરજીની દુકાનમાં સૂંઢ લંબાવે. દરજી એની સૂંઢમાં કેળુ આપે. આમ હાથીને રોજ કેળુ ખાવાની ટેવ પડી ગઈ હતી. નહાઈને પાછા વળતી વખતે હાથી દરજીને રોજ કમળનું ફૂલ આપે. 
 

આગળ જાણો કે એક દિવસ દરજીએ શુ કર્યુ... 

એક દિવસ દરજીને હાથીની મશ્કરી કરવાનું મન થયું. એણે એક મોટી અણીદાર સોય હાથમાં લીધી અને બોલ્યો, હાથીદાદા, આજે તમને લાડુ સાથે સોયનો પણ સ્વાદ ચખાડીશ! દરજી દુકાનમાં બેઠો હતો. ત્યાં હાથી તેની દુકાન પાસેથી નીકળ્યો. 
 
હાથીએ કેળુ ખાવાની ઈચ્છાથી દરજીની દુકાનમાં સૂંઢ લંબાવી. મશ્કરા દરજીએ કેળુ આપતાં આપતાં સૂંઢમાં સોય પણ ખૂંચવી દીધી. હાથીને સોય વાગતાના સાથે જ ખૂબ પીડા થઈ. તે સમજી ગયો કે આજે દરજીએ મારી ઠેકડી ઊડાવી છે. હાથીએ ચૂપચાપ કેળુ ખાઈ લીધો. 


આગળ જાણો હાથીએ બદલો લેવા શુ કર્યુ... 


તે ડોલતો ડોલતો તળાવે નહાવા પહોંચી ગયો. તળાવે નહાઈ પોતાની સૂંઢમાં ઘણું બધું પાણી ભરી લીધું. સાથે એક તાજું કમળનું ફૂલ પણ લઈ લીધું. 
પાછા ફરતી વેળાએ રોજની માફક દરજીએ કમળનું ફૂલ ધર્યું. જેવો દરજીએ ફૂલ લેવા હાથ આગળ કર્યો કે હાથીએ સૂંઢમાં ભરેલું ગંદુ પાણી ફુવારા માફક દરજી ઉપર ઉડાડ્યું. દરજી પાણીથી ભીંજાઈ લથબથ થઈ ગયો. દુકાનનાં બધાં નવાં નકોર કપડાં પાણીમાં પલળી ગયાં. એને સમજાઈ ગયું કે હાથીને મેં સોય ભોંકી હતી તેથી તેણે પાણી ઉડાડી બદલો લીધો છે. આ તો મેં કરેલી મશ્કરીનું જ પરિણામ છે. 
 
બીજા દિવસથી ફરી પાછો તે હાથીને કેળુ આપવા લાગ્યો અને હાથી એને કમળનું ફૂલ આપવા લાગ્યો. દરજીએ ફરીથી હાથીને કોઈ દિવસ હેરાન કર્યો નહિ.

વધુ જુઓ..

Petrol Diesel Purchase New Rule: હવે તમે આનાથી વધુ કિંમતે પેટ્રોલ અને ડીઝલ રિફિલ કરી શકતા નથી; નવા નિયમો વિશે જાણો

Monsoon Alert- આ તારીખે ચોમાસુ નિર્ધારિત સમય કરતા 5 દિવસ વહેલું આવી જશે. કમોસમી વરસાદ વચ્ચે હવામાન વિભાગે વધુ એક સારા સમાચાર આપ્યા

દિલ્હીની રેખા સરકારે અઠવાડિયામાં બે દિવસ Work From Home કરવાની જાહેરાત કરી

ભારતીય સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક ક્ષણ: વડોદરામાં તૈયાર થયું દેશનું પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' C-295 મિલિટરી એરક્રાફ્ટ

રેબીઝ ફ્રી અમદાવાદ-2030: 10 મહિનામાં શહેરભરના કૂતરાઓની ગણતરી કરાશે, અત્યાર સુધીમાં 5,000થી વધુ શ્વાનોમાં ચીપ લગાવાઈ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 મે 2026

શનિ જયંતિ ક્યારે છે, 15 કે 16 મે ? જાણો પૂજાનુ શુભ મુહૂર્ત અને ઉપાય

Guru Pradosh 2026: ગુરૂ પ્રદોષમાં આ મુહૂર્તમાં કરો પૂજા, બધા કષ્ટ થશે દૂર

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ -14 મે 2026

આગળનો લેખ
Show comments