Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

બાળવાર્તા- પોપટની હનુમાન ભક્તિ

Updated: ગુરુવાર, 2 જાન્યુઆરી 2025 (11:37 IST)
ઈશ્વરની ભક્તિ અને પ્રાણી માત્રની સેવાનો ભાવ ભારતીય સભ્યતાના અંગ અંગમાં વસે છે. ભલે આપણે કેટલાય મોટા કેમ ન થઈ ગયા હોય પણ પરોપકાર અને જીવદયાનો ભાવ હંમેશા આપણા સંસ્કારોમાં 
સમાયેલો રહેશો. જો અમે તમને પૂછીએ કે શુ તમે કદી પક્ષીઓને ભોજન માટે ક્વિંટલો અનાજ વિખેરેલુ જોયુ છે? શુ તમે કદી તે અનાજ ચણતા હજારો પોપટો જોયા છે ? જો તમારો જવાબ ના હોય તો 'ધર્મયાત્રા' 
ની આ કડીમાં ચાલો અમારી સાથે ઈન્દોરના પંચકુઈયા હનુમાન મંદિરમાં.
 
હંમેશા ભીડથી ભરેલુ રહેતા ઈન્દોર શહેરમાં એક એવુ મંદિર છે, જ્યાં હજારો નહી, પરંતુ લાખોની સંખ્યામાં પોપટો આવે છે. 'પંચકૂઈયા હનુમાન મંદિર'ના નામથી પ્રખ્યાત આ મંદિરના ચોકમાં ભગવાન મહાદેવનુ મંદિર પણ છે. જ્યા દરરોજ શ્રધ્ધાળુઓની લાઈન લાગે છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં ફક્ત સ્ત્રી-પુરૂષ જ નહી પરંતુ ઈશ્વરભક્ત પોપટો પણ તમને ભક્તિથી તરભર થતા જોવા મળશે.
 
આ પોપટોની ઈશ્વરભક્તિ પણ જોવા લાયક છે. અનાજનો દાણો ચણતા પહેલા આ પોપટો હનુમાનજીની મૂર્તિ તરફ મોઢુ કરીને પ્રણામ કરે છે, પછી પશ્ચિમ દિશાની તરફ મોઢુ રાખીને પોતાનુ ભોજન કરે છે.
 
આ પોપટોની વધતી સંખ્યાને જોતા થોડા વર્ષો પહેલા પૂર્વ મંદિર પ્રશાસન અને ભક્તોની મદદથી અહીં 3,000 સ્કવેયર ફીટની એક મોટી અગાશી બનાવવામાં આવી છે, જ્યા આ પોપટો માટે અનાજ વિખેરવામાં 
 
આવે છે. દરરોજ અહી દાણા નાખનારા રમેશ અગ્રવાલના મુજબ દરરોજ સવારે 5.30 થી 6 વાગ્યા સુધી અને સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન આ પોપટો માટે અગાશી પર અનાજ નાખવામાં આવે છે. જેને તેઓ 1 
 
થી સવા કલાકમાં ખાઈ લે છે. તેમની સંખ્યા મુજબ અનાજનુ પ્રમાણ વધારવામાં કે ઘટાડવામાં આવે છે.
 
આને એક અજોડ સંજોગ જ કહીશુ કે જે રીતે ઈશ્વરન ભંડારામાંથી હજારોની સંખ્યામાં ભક્તો ભોજન ગ્રહણ કરે છે. તે જ રીતે પંચકુઈયાઁ હનુમાન મંદિરમાં પણ હજારોની સંખ્યામાં પોપટ ઈશ્વરને નમન કરતા 
 
કેટલીય પંગતોમાં પોતાનુ ભોજન ગ્રહણ કરે છે. તમને પોપટોની ઈશ્વરભક્તિવાળી આ વાર્તા કેવી લાગી તે અમને જરૂર જણાવશો.

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments