Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી બાળવાર્તા - લુચ્ચુ વરુ

Updated: ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (10:50 IST)
એક વરુ હતું. એક દિવસ તે શિકાર કરીને ખાતું હતું ત્યારે ઉતાવળમાં તેના ગળામાં નાનું હાડકું ફસાઈ ગયું. એણે હાડકાને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ હાડકું બહાર નીકળ્યું નહિ.
 
તેને થયું કે જો આ હાડકું નહિ નીકળે તો હું ભૂખ અને તરસથી મરી જઈશ! તે જંગલનાં બધાં પ્રાણીને કહેવા લાગ્યું, ‘મારા ગળામાંથી હાડકું કાઢી આપો ને?’ પણ બધાં પ્રાણીઓએ એને કહ્યું કે ના, અમે નહિ કાઢી આપીએ.
 
વરુને ગળામાં ખૂબ જ દુઃખવા લાગ્યું. તે બરાડા પાડતું નદી કિનારે આવી પહોંચ્યું. ત્યાં એક બગલો ઊભો હતો.
 
વરુએ બગલાને કહ્યું,‘બગલાભાઈ, મારા ગળામાં ફસાયેલ હાડકું કાઢી આપો, હું તમને મોટું ઈનામ આપીશ.’
 
વરુ પોતાનું મોં ખલ્લું રાખીને બેઠો હતો. બગલાભાઈએ ઈનામની લાલચે વરુના મોંમા તેની ચાંચ નાખી ખૂબ મહેનત કરીને વરુના ગળામાંથી હાડકું બહાર કાઢ્યું. વરુને રાહત થઈ.
 
બગલો કહે, ‘વરુભાઈ, મને મારું ઈનામ આપી દો.’
 
વરુ ઘૂરક્યો, ‘અલ્યા બગલા! તું ઈનામથી વાત ભૂલી જા. મારા મોંમાંથી કોઈ બચ્યું છે ખરું? તારી ડોક મારા મોમાં હતી તોય હું તને મારીને ખાઈ ન ગયો એટલે તારે મારો આભાર માનવો જોઈએ. તું બચી ગયો છે, આથી વધુ સારું ઈનામ હું તને બીજું શું આપું, બોલ?’
 
બગલો શું બોલે? મોં વકાસીને બેસી રહ્યો. લુચ્ચું વરુ ત્યાંથી હસતું હસતું જતું રહ્યું.

વધુ જુઓ..

ફ્લેશ ફલડ શું હોય છે ? કેમ પર્વતો પરથી અચાનક આવે છે વિનાશનું પૂર

નેપાળમાં આવેલા પુરમાં ઓછામાં ઓછા 105 ભારતીય પર્યટક થયા ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર

31 ઓગસ્ટ સુધી દેશમાં ચોમાસુ સક્રિય રહેશે! 25 રાજ્યોમાં ભારે વરસાદ અને ભારે પવનની ચેતવણી

Gold-Silver Price- સોનાના ભાવ સ્થિર રહ્યા, ચાંદીના ભાવમાં વધારો, તપાસો...

કર્નાટકની ભૂતનાલ તળાવમાં એકસાથે 6 મૃતદેહ મળતાં ચકચાર, 4 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 ઓગસ્ટ 2026

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

ગુજરાતી જોક્સ - રક્ષાબંધનમાં ખૂબ હસાવશે આ જોક્સ

ફૂલ કાજળી વ્રતની કથા

રક્ષાબંધન પર ગુજરાતી ફિલ્મ ગીત - Raksha Bandhan 2026 Gujarati Songs

આગળનો લેખ
Show comments