Daily Horoscope
✕

આવા હતા પંડિત નેહરુ

Published: બુધવાર, 14 નવેમ્બર 2007 (17:18 IST)

જવાહરલાલ નેહરુના બાળપણની ઘટના છે. તેમના ઘરે પિંજરામાં એક પોપટ પાળેલો હતો. પિતાજીએ પોપટની સાર-સંભાળની જવાબદારી પોતાના માળીને સોંપી રાખી હતી. એક વાર નેહરુજી શાળાથી પાછા ફર્યા ત્યારે પોપટ તેમને જોઈને જોર-જોરથી બોલવા લાગ્યો.

નહેરુજીને લાગ્યુ કે પોપટ પિંજરામાંથી આઝાદ થવા માંગે છે. તેમણ પિંજરાનો દરવાજો ખોલી નાખ્યો. પોપટ આઝાદ થઈને એક ઝાડ પર બેસી ગયો અને નહેરુજીને જોઈ-જોઈને કૃતજ્ઞ ભાવથી કંઈક કહેવા લાગ્યો. તે સમયે જ માળી આવી ગયો. તેણે ફટકાર આપતા નહેરુજીને કહ્યુ કે 'આ તે શુ કર્યુ ! શેઠ આવશે તો ગુસ્સે થશે.

બાળક નહેરુ બોલ્યા કે - આખો દેશ સ્વતંત્ર થવા માંગે છે, સ્વતંત્રતા સૌને મળવી જોઈએ.

* નહેરુજી તે સમયે ઈલાહાબાદ નગર પાલિકાના અધ્યક્ષ હતા. અધિશાસી અધિકારીએ તેમની સ્વીકૃતિથી કેટલાંક એવા લોકોની પાણીની આપૂર્તિ કાપી નાખી, જેમણે લાંબા સમયથી પાણીનો કર જમા નહોતો કર્યો. તેમાં નહેરુજીના ઘરનું કનેકશન પણ હતુ. જે મોતીલાલજીના નામે હતુ. આ કપાતથી તેમના ઘરમાં સમસ્યા ઉભી થઈ. મોતીલાલજી આ અંગે જવાહરજીને દરખાસ્ત કરી, તો નહેરુજીએ બધી વાત જણાવી દીધી. આ સાંભળીને મોતીલાલજી બોલ્યા - 'પોતાના ઘરનું પણ ધ્યાન ન રાખ્યુ ? જવાહરજીએ કહ્યુ - 'પણ, નિયમ તો બધાને માટે છે'.

* એક વાર નહેરુજીને એક અંગ્રેજ યુવતીએ કહ્યુ - હું દરેક વખતે જુદા જુદા મંચો પર તમને જોવા-સાંભળવા ની ઈચ્છા રાખુ છુ. નહેરુજીએ હસીને કહ્યુ - 'મારા મિત્રો કહે છે કે મને ચાલવા, ફરવા અને બોલવાની બીમારી થઈ ગઈ છે. તમે એવી પ્રાર્થના કરો કે મારી આ બીમારી હવે આગળ ન વધે.

*એક વાર નહેરુજી પંજાબના એક જગ્યાએ સિંચાઈ યોજનાનું ઉદ્ઘાટન કરવા ગયા, તો અધિકારિયોએ તેમને ચાઁદીનો પાવડો પકડાવીને યોજનાનું ઉદ્ઘાટન કરવાની વિનંતી કરી. નહેરુજીએ ચાઁદીનો પાવડો ફેંકીને પાસે પડેલો લોખંડનો પાવડો ઉઠાવીને ઉદ્ઘાટન કરતાં કહ્યુ - 'ભારતનો ખેડૂત શું ચાઁદીના પાવડાથી ખેતી કરે છે?

અધિકારીઓએ શરમથી માથું નમાવી લીધુ.

વધુ જુઓ..

સોફ્ટવેર જાયન્ટ SAP મોટી છટણીની તૈયારી કરી રહ્યું છે, જેમાં 10,000 કર્મચારીઓની નોકરી ગુમાવવાની સંભાવના

Best Electric Bikes for Daily Commute: રોજ ઓફિસ જનારાઓની મોજ, આ 5 Electric Two-Wheelers છે બેસ્ટ

કોણ છે ભારતનો 'AI કિડ' રાઉલ જ્હોન અજૂ, મોસ્કોમાં જેના દિવાના થયા રાષ્ટ્રપતિ પુતિન; પીએમ મોદી વિશે શું બોલ્યા?

December 1 Rules Change: 1 ડિસેમ્બરથી પાંચ મુખ્ય નિયમો બદલાશે, જેમાં ટાટાની કાર મોંઘી બનવી, SBI ક્રેડિટ કાર્ડ અને LPGનો સમાવેશ થાય છે.

એક વ્યક્તિએ ત્રણ બાળકોની માતાને ફોન કરીને તેના પર બળાત્કાર કર્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી - તેના ચંપલથી ઓળખ થઈ.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 નવેમ્બર, 2026

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

ક્યારે મળશે સંતાન સુખ ? કુંડલીમાં ગુરૂની સ્થિતિ અને પંચમ ભાવથી પરથી જાણી શકો છો, જાણો જોવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26, નવેમ્બર 2026

Show comments