Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચોખાના દાણા

Updated: બુધવાર, 4 મે 2016 (00:18 IST)
બહુ સમજ્યા વિચાર્યા પછી તેણે પોતાના ત્રણે છોકરાઓને બોલાવ્યા. શેઠજીએ ત્રણે પુત્રોને એક એક મુઠ્ઠી ચોખા આપ્યા અને કહ્યુ કે એક વર્ષ પછી મને પાછા આપજો.

મોટો પુત્ર પિતા પ્રત્યે અપાર શ્રધ્ધા રાખતો હતો તેથી તેણે એ ચોખાને એક પોટલીમાં બાંધીને પૂજામાં મૂકી દીધા. બીજો પુત્ર થોડો મનમોજી હતો તેણે બધા ચોખા પક્ષીઓને ખાવા ઘરી દીધા. ત્રીજો પુત્ર થોડો ગંભીર પ્રકારનો હતો. તેણે વિચાર્યુ કે પિતાજીએ આ ચોખા કશુક સમજી વિચારીને જ આપ્યા હશે. ઘણુ વિચાર્યા પછી તેણે તે ચોખાના દાણા ખેતરમાં જઈને વાવી દીધા.

એક વર્ષ પછી શેઠજીએ ત્રણે પુત્રોને બોલાવ્યા અને પોતે આપેલા ચોખા માંગ્યા. મોટા પુત્રએ ચોખાને બાંધીને સાચવી રાખ્યા હતા. તેણે પિતાની આગળ પોટલી મુકી દીધી. બીજા પુત્રએ નવા ચોખા લાવીને પિતાજીની આગળ મુકી દીધા પણ અનુભવી પિતા સમજી ગયા કે આ નવા ચોખા છે.

  W.D
જ્યારે ત્રીજા પુત્ર પાસે ચોખાની માંગણી કરી તો તે ઉઠીને બહાર ચાલ્યો ગયો અને થોડીવાર પછી નોકરની સાથે એક બોરી ચોખા લઈને આવ્યો. બોરી ચોખાથી આખી ભરેલી હતી. પિતાજીએ કહ્યુ કે મેં તો તને માત્ર એક જ મુઠ્ઠી ચોખા આપ્યા હતા તો પછી એક બોરો ભરીને ચોખા ક્યાથી આવ્યા ?

પુત્રએ કહ્યુ - હા, પિતાજી તમે તો મને એક જ મુઠ્ઠી ચોખા આપ્યા હતા, પણ મે ઘણુ સમજી વિચારીને તે ચોખાને વાવી દીધા અને તેનુ પરિણામ તમારી સામે છે.

આ સાંભળીને શેઠજી ખૂબ ખુશ થયા. તેમણે પોતાના ત્રીજા પુત્રને બધી જવાબદારી સોપી દીધી.

બાંકીપુર અને દતિયા પેટાચૂંટણી: ભાજપ કેમ હાર્યું? શું બદલાઈ રહ્યો છે દેશનો રાજકીય મૂડ?

પ્રશાંત કિશોરની ધમાકેદાર એંટ્રી, બાંકીપુરમાં મચાવી મોટી ઉથલપાથલ, ભાજપને 'જીત નક્કી વાલી સીટ' પર હરાવી

નોકરીની આશાએ હોટલમાં પહોંચી યુવતી, કેબિનમાં જોયું અશ્લીલ વીડિયો, પછી માલિકે પકડ્યો હાથ

દતિયા વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ધનશ્યામ સિંહ 6000 થી વધુ વોટોથી જીત્યા, ભાજપાના આશુતોષ તિવારીની હાર

Train Cancelled: પટના, ભાગલપુર, કલકત્તા થી UP-MP સુધી 338 ટ્રેનો કેંસલ, 15 દિવસ સુધી પરેશાની, ટિકિટ કરાવતા પહેલા જોઈ લો આ લિસ્ટ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 4 ઓગસ્ટ, 2026

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

શ્રાવણ સોમવારના વ્રતમાં શુ ખાવુ જોઈએ ? જાણો શુ છે આ વ્રતના નિયમ

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

શ્રાવણીયા સોમવાર ની આરતી

આગળનો લેખ
Show comments