Dharma Sangrah
✕

દગાનુ પરિણામ

Updated: ગુરુવાર, 10 એપ્રિલ 2008 (13:31 IST)
બહુ સમય પહેલાની વાત છે. તે સમયમાં જંગલમાં પક્ષીઓ અને જાનવરોની વચ્ચે સતત ઝઘડો થતો હતો. કદી લડાઈમાં જાનવરોનો પલડું ભારે પડતુ તો કદી પક્ષીઓનુ. જે સમૂહ જીતી જતુ તેને હારનારી ટીમ પાસેથી વળતરના રૂપમાં સારી એવી ભોજન પાર્ટી મળી જતી હતી. જંગલમાં એક ચામાચિડિયુ પણ રહેતુ હતુ. જે ખૂબ જ આળસી અને આરામ પ્રેમી હતુ. તેથી તેણે મફતમાં પાર્ટી મેળવવાની એક યોજના બનાવી લીધી.

એક દિવસ ચામાચિડિયુ ઝાડ પર જઈને ઉંધુ લટકી ગયુ થોડી વારમાં જ એ દિવસે જાનવરોનુ ટોળુ જીતી ગયુ. ચામાચિડિયાએ આ જોયુ તો તે ઝડપથી જાનવરોના ટોળામાં જઈને બેસી ગયુ. અચાનક સિંહની નજર ચામાચિડિયા પર પડી. તેને ગર્જના કરીને ચામાચિડિયાને કહ્યુ - તુ તો પક્ષીઓ તરફથી લડી રહ્યો હતો તો હવે અમારી સાથે કેમ આવી રહ્યો છે. ચામાચિડિયાએ જવાબ આપ્યો કે - હું વળી પક્ષીઓના ટોળામાં જઈને કેમ લડુ. જુઓ મારા દાંત છે. શુ કોઈ પક્ષીને દાત હોય છે ? આ સાંભળીને સિંહે ચામાચિડિયા પર ભરોસો કરી લીધો.

ચામાચિડિયાએ એ દિવસે પ્રાણીઓ સાથે સ્વાદ માણીને ભોજન કર્યુ. થોડા દિવસો પછીની લડાઈમાં પક્ષીઓએ પ્રાણીઓના નાકે દમ લાવી દીધો અને પક્ષીઓ જીતી ગયા. ચામાચીડિયુ ત્યારે તેમની સાથે જોડાઈ ગયુ. જ્યારે પક્ષીઓના સેનાપતિ ગરૂડે જોયુ કે થોડા દિવસ પહેલા તો આ ચામાચીડિયુ પ્રાણીઓના સાથે હતુ તેથી તેણે આ અંગે ચામાચીડિયાને પૂછ્યુ. ચામાચીડિયાએ જવાબ આપ્યો - હું તો પક્ષીઓની સાથે જ છુ જુઓ મારી તો પાંખો પણ છે. હુ પ્રાણીઓનો સાથ કેમ આપુ. ગરુડે કહ્યુ ઠીક છે.

આ રીતે ચામાચીડિયુ હંમેશા જીતનારા ટોળામાં જતુ રહેતુ. થોડા દિવસો સુધી આવુ જ ચાલતુ રહ્યુ. થોડા દિવસો પછી પક્ષીઓએ અને પ્રાણીઓએ વિચાર્યુ કે ઝગડવાથી કોઈ ફાયદો નથી થવાનો. બધાએ એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ પાઠવી અને દુશ્મનીને મિટાવી દોસ્ત બની ગયા. હવે આ સમયે ચામાચીડિયુ સપડાઈ ગયુ. જ્યારે પ્રાણીઓને અને પક્ષીઓના સમૂહને આ વાતની ખબર પડી તો તેમણે ચામાચીડિયાને કહ્યુ કે તે બંને સમૂહને દગો કર્યો છે, તેથી હવે તુ રોજ રાતે જ એકલો બહાર ઉડીશ. કોઈપણ તારો મિત્ર નહી રહે. અને ત્યારથી આજ સુધી ચામાચીડિયાઓ રાતે એકલા જ ઉડતા રહે છે. જે લોકો બીજાની સાથે ખોટુ કરે છે તેમની સાથે પણ ખરાબ જ થાય છે.

વધુ જુઓ..

મોટોરોલા એક સસ્તા ફોન સાથે ધમાલ મચાવશે, જેમાં 7,000mAh બેટરી, 144Hz ડિસ્પ્લે અને 50MP કેમેરા હોવાની શક્યતા છે.

પહેલા સોનુ ન ખરીદવાની સલાહ, હવે બચતની ચેતાવણી - 2027 ના મોટા સંક ટ પ હેલા શુ સંકેત આપી રહ્યા છે પીએમ મોદી ?

મથુરામાં બનેવીનો કરોડોનો પ્રેમ ! બે સાળાઓને પહેરાવી એક-એક કરોડના નોટોની માળા, વાયરલ વીડિયોમાં મચી હલચલ

Bisleri Controversy: દુનિયામાં પાણી વેચનારી પહેલી કંપની કંઈ હતી ? Bisleri વિવાદ વચ્ચે જાણો સ્ટોરી ?

સોનાના ભાવમાં એક જ ઝટકામાં 3,100 રૂપિયાનો વધારો, ચાંદીના ભાવમાં 3,800 રૂપિયાથી વધુનો વધારો - આજના નવીનતમ ભાવ તપાસો

વધુ જુઓ..

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24, નવેમ્બર 2026

દેવ દિવાળી પર દીવો પ્રગટાવવાનો શુભ સમય શું છે ? નોંધી લો દીપદાનનું યોગ્ય મુહૂર્ત અને મહત્વ

vaikuntha chaturdashi 2026- વૈકુંઠ ચતુર્દશી મહત્વ અને કથા, 'હરિ-હર મિલન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 નવેમ્બર, 2026

Show comments