suvichar
✕

દિશાનુ જ્ઞાન જરૂરી છે

Updated: સોમવાર, 21 જાન્યુઆરી 2008 (12:45 IST)
એક હટ્ટો કટ્ટો અને લાંબો વ્યક્તિ સામાન સાથે એક સ્ટેશન પર ઉતર્યો. તે સ્ટેશનથી બહાર આવ્યો અને પોતાને માટે ટેક્સી શોધવા લાગ્યો. સામે જ એક ટેક્સીવાળો ઉભો હતો. તે વ્યક્તિએ ટેક્સીવાળાને કહ્યુ કે ' મારે મનોરમ બિલ્ડિંગ જવુ છે, કેટલા પૈસા લાગશે ? ટેક્સીવાળો બોલ્યો 100 રૂપિયા લાગશે.

પેલા માણસે પોતાની બુધ્ધિમાની બતાવતા કહ્યુ કે - આટલી નજીક જવાના 20 રૂપિયા ? આ શુ લૂટ ચાલી રહી છે ? હું ચાલતાં જ મારો સામાન લઈને મનોરમ બિલ્ડિગ સુધી પહોંચી જઈશ. માણસ બહુ જીદ્દી હતો અને તે જ કારણે તેણે પોતાનો સામાન ઉઠાવ્યો અને ચાલતો જ ઉપડવા માંડ્યો. અડધા કલાક પછી તેણે એ જ ટેક્સીવાળો ફરી દેખાયો. તેણે ટેક્સીવાળાને કહ્યુ કે હવે તો હુ અડધે રસ્તે આવી ગયો છુ હવે કેટલા પૈસા થશે ? ટેક્સીવાળો બોલ્યો હવે 200 રૂપિયા થશે.

પેલો માણસ તો ચકિત થઈ ગયો. અને તેણે પૂછ્યુ કે પહેલા 100 લાગી રહ્યા હતા હવે 200 કેમ લાગશે ? ટેક્સીવાળાએ ફટાકથી જવાબ આપ્યો - મહાશય તમે મનોરમ બિલ્ડિંગની ઉલટ દિશામાં 3 કિલોમીટર સુધી આવી ગયા છો. મનોરમ બિલ્ડિંગ સ્ટેશનની બીજી તરફ છે. તે વ્યક્તિ આ પછી કશુ જ ન બોલી શક્યો અને ચૂપચાપ ગાડીમાં બેસી ગયો.

વાત સાચી છે. ફક્ત જ્ઞાન હોવાથી કશુ નથી થતુ, પણ જ્ઞાન સાથે વિવેક પણ જરૂરી છે. એવી જ રીતે ફક્ત શક્તિ હોવી જ પૂરતુ નથી, પણ શક્તિનો ઉપયોગ સમજદારીથી કરવો પણ જરૂરી છે.

વધુ જુઓ..

સોફ્ટવેર જાયન્ટ SAP મોટી છટણીની તૈયારી કરી રહ્યું છે, જેમાં 10,000 કર્મચારીઓની નોકરી ગુમાવવાની સંભાવના

Best Electric Bikes for Daily Commute: રોજ ઓફિસ જનારાઓની મોજ, આ 5 Electric Two-Wheelers છે બેસ્ટ

કોણ છે ભારતનો 'AI કિડ' રાઉલ જ્હોન અજૂ, મોસ્કોમાં જેના દિવાના થયા રાષ્ટ્રપતિ પુતિન; પીએમ મોદી વિશે શું બોલ્યા?

December 1 Rules Change: 1 ડિસેમ્બરથી પાંચ મુખ્ય નિયમો બદલાશે, જેમાં ટાટાની કાર મોંઘી બનવી, SBI ક્રેડિટ કાર્ડ અને LPGનો સમાવેશ થાય છે.

એક વ્યક્તિએ ત્રણ બાળકોની માતાને ફોન કરીને તેના પર બળાત્કાર કર્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી - તેના ચંપલથી ઓળખ થઈ.

વધુ જુઓ..

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

ક્યારે મળશે સંતાન સુખ ? કુંડલીમાં ગુરૂની સ્થિતિ અને પંચમ ભાવથી પરથી જાણી શકો છો, જાણો જોવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26, નવેમ્બર 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25, નવેમ્બર 2026

Show comments