Daily Horoscope
✕

નાની મદદ

Updated: સોમવાર, 21 એપ્રિલ 2008 (16:56 IST)
એકવાર જંગલમાં સિંહ રાજાએ જંગલમાં સૂચના આપી કે બધા જાનવરો તેને આવીને સલામ કરે. બસ પછી તો પૂછવુ જ શુ હતુ, એક એક કરીને હાથા, ચીત્તો, સાઁપ, ગરોળી, રીંછ, ઘોડો અને સસલુ અને હરણ પણ આવ્યા અને સિંહની આગળ માથુ નમાવીને તેણે સલામ કરી ગયા. જ્યારે કીડીઓને આ વાતની ખબર પડી કે તે પણ સિંહને સલામ કરવા માટે એક લાઈન લગાવીને નીકળી પડી. તેમની ગતિ ધીમી હતી અને તેમણે લાંબું અંતર કાપવાનુ હતુ આથી તેઓ દૂરથી પહોંચી. ત્યાં સુધી બધો કાર્યક્રમ પુરો થઈ ચૂક્યો હતો. જ્યારે કીડીઓ પહોંચી ત્યાં સુધી બધો કાર્યક્રમ પુરો થઈ ચૂક્યો હતો.

જ્યારે કીડી ઓનુ ં સમૂહ ત્યાં પહો ંચ્ય ુ ત્યારે પ્રાણીઓ પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા. કીડીઓ ત્યાં પહોંચતા જ બધાએ મજાક કરવા માંડી કે કેટલી ઝડપી ચાલ છે. થોડા વધુ મોડા આવતા તો બધો કાર્યક્રમ પૂરો થઈ જતો. સિંહ પણ ગર્જયો અને મજાક કરતા બોલ્યો - ક્યારેક તો જલ્દી આવો. હંમેશા મોડી જ આવો છો. કીડીઓના સમૂહને ઘણુ દુ:ખ થયુ અને તે પાછુ ફર્યુ. કીડીઓના સમૂહે બધી વાત તેમના રાણીને કરી. રાણીએ જ્યારે આ વાત સાંભળી તો તેમણે ખૂબ ગુસ્સો આવ્યો. કીડીઓની રાણીએ તરત જ પોતાના મિત્ર કાનખજૂરાને બોલાવ્યો. રાણીએ કાનખજૂરાના કાનમાં કાંઈક કહ્યુ અને પછી બંને હસી પડ્યા.

બીજી બાજુ સિંહ દિવસભરનો થાકેલો હોવાથી પોતાની ગુફામાં આરામ કરી રહ્યો હતો, હજુ તેની આંખ લાગી જ હતી કે તેના કાનમાં કાંઈક સળવળ્યુ. તે હેરાન થઈ ગયો અને ચીસો પાડવા લાગ્યો. થોડી જ વારમાં ઘણા પ્રાણીઓ ભેગા થઈ ગયા. સિંહ કાનમાં થઈ રહેલા દુ:ખાવાને કારણે જમીન પર આળોટી રહ્યો હતો. દુ:ખાવો વધી રહ્યો હતો. બધા પ્રાણીઓ કોઈ પણ જાતની મદદ કરી શકે તેમ નહોતા કારણકે સિંહને મદદ કરવી એ તેમના હાથની વાત નહોતી. સિંહને છેવટે લાગ્યુ કે ફક્ત કીડી જ તેમની મદદ કરી શકે છે.

સિંહે કીડીઓની રાણી પાસે મદદ માટે સંદેશો મોકલ્યો. કીડીઓની રાણીએ વિચાર્યુ કે સિંહ ખૂબ હેરાન થઈ ગયો હવે તેને થોડી રાહત આપવી જોઈએ. આ વિચારીને કીડીઓની રાણી પોતાના સમૂહ સાથે સિંહની ગુફા પાસે પહોંચી. ચાર કીડીઓનો સમૂહ સિંહના કાન પાસે પહોંચી અને ત્યાથી પોતાના મિત્ર કાનખજૂરાને બૂમ પાડીને કહ્યુ કે - મદદ માટે આભાર મિત્ર, હવે બહાર આવી જા. કાન ખજૂરો તરત જ બહાર આવી ગયો અને સિંહનો દુ:ખાવો તરત જ બંધ થતા તેને આરામ મળ્યો. સિંહે કીડીઓની રાણી પાસે જઈને કહ્યુ કે - આજે તમે મારો જીવ બચાવ્યો. હું મારા વ્યવ્હાર પર શરમ અનુભવી રહ્યો છુ. હું આજે આ જાહેર કરુ છુ કે - હવે તમે જ્યાં ઈચ્છો ત્યાં રહી શકો છ ો.

મિત્રો આ જ કારણે કીડીઓ ગમે ત્યાં રહી શકે છે. તે પછી જંગલ હોય, રણ હોય, કે આપણુ ઘર હોય. તેમણે કોઈ રોકી નથી શકતુ.

વધુ જુઓ..

રાજસ્થાનના કોટા-ઉદયપુર હાઇવે પર એક ભયાનક અકસ્માત થયો. યાત્રાળુઓને લઈ જતું એક વાહન ટ્રક સાથે અથડાયું, જેમાં નવ લોકોના મોત થયા. પરિવાર ખાટુ શ્યામ દર્શન કરીને પરત ફરી રહ્યો હતો

Gold Price- આ વર્ષે સોનાના ભાવ ₹53,700 ઘટ્યા, 9 દિવસમાં ₹17,600 ઘટ્યા

બાલાઘાટમાં ચૌમીન ખાધા પછી 100 થી વધુ બાળકો બીમાર પડ્યા, મોડી રાત્રે દાખલ, ખોરાકના નમૂના પરીક્ષણ માટે લેવામાં આવ્યા.

આ વર્ષે ચાંદીના ભાવમાં ₹2.46 લાખનો મોટો ઘટાડો થયો છે, જે તેમના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી 61% નીચે છે

૧૨ રાજ્યોમાં વરસાદની ચેતવણી, પર્વતોમાં બરફવર્ષા; દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઠંડીની સ્થિતિ; હવામાન અપડેટ્સ વાંચો

વધુ જુઓ..

Kartik Purnima Upay: કાર્તિક પૂર્ણિમાના આ ઉપાય મટાડી દેશે બધા દુઃખ, ધન-ધાન્ય અને સુખની થશે પ્રાપ્તિ

Dev Diwali 2026 : દેવ દિવાળી ક્યારે છે ? જાણો સાચી તારીખ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વ

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

Show comments