Daily Horoscope
✕

હાથીમાં ભગવાન

Updated: ગુરુવાર, 22 નવેમ્બર 2007 (16:00 IST)
ઈશ્વર ક્યાં છે ? શિષ્યએ પોતાના ગુરૂને પૂછ્યું. ગુરૂએ જવાબ આપતા કહ્યું કે ઈશ્વર તો દરેક જગ્યાએ છે. ગુરૂએ કહ્યું કે ઈશ્વર તારામાં છે અને મારામાં પણ છે. દરેક જીવમાં હાજર છે. તે કણ-કણમાં હાજર છે. શિષ્યએ ગુરૂની આ શિખામણની ગાંઠ બાંધી લીધી. ગુરૂની આજ્ઞા લઈને શિષ્ય પોતાના ઘર તરફ ચાલવા માંડ્યો. રસ્તામાં તેને એક હાથી દેખાયો. હાથીની ઉપર મહાવત જોરથી બૂકો પાડી રહ્યો હતો કે રસ્તામાંથી સરકી જાવ. હાથી કાબૂમાં નથી. તે તમને મારી પણ શકે છે. શિષ્યએ વિચાર્યુ કે ગુરૂજીએ કહ્યુ હતુ કે દરેકમાં ભગવાન છે. તો મારામાં પણ ભગવાન છે અને આ હાથીમાં પણ ભગવાન છે.

તો ભગવાન ભલા ભગવાનને કેમ મારશે. આ વિચારીને તે હાથીની સામે જઈને ઉભો થઈ ગયો. હાથી ગુસ્સામાં તો હતો જ, તેણે શિષ્યને સૂઁઢ વડે ઉઠાવ્યો નએ જમીન પર પટકી દીધો. શિષ્ય ભીની માટીવાળી જગ્યાએ પડ્યો હતો તેથી તેને વધુ વાગ્યું નહી. છતાં તેને કમર અને પગમાં વધુ વાગ્યુ હતુ. શિષ્ય ગુસ્સાથી લાલ થઈ ગયો અને સીધો ગુરૂ પાસે ગયો. ગુરૂ પાસે જઈને બોલ્યો કે તમે તો કહ્યુ હતુ ને કે દરેકમાં ભગવાન છે તો હાથીમાં પણ ભગવાન હોવો જોઈતો હતો. તો પછી તેમણે મારા પર આક્રમણ કેમ કર્યુ ? શુ ભગવાન મને મારવા માંગે છે ? ગુરૂ બોલ્યા - બેટા, માન્યું કે ભગવાન હાથીમાં છે પણ ભગવાન તે મહાવતમાં પણ છે જે તને રસ્તા પરથી હટવા માટે કહી રહ્યો હતો. તે એની વાત કેમ નહી માની. તો મિત્રો પોતાના કામ માટે કદી બીજાને દોષ નહી આપવો જોઈએ કે તેણે આવું નહી કર્યુ. આપણે વિચારવું જોઈએ કે શુ સારુ હોઈ શકે. હંમેશા નસીબને દોષ નહી આપવો જોઈએ. એ વિચારવું જોઈએ કે નસીબના કારણે આપણને કેટલી સારી વસ્તુઓ મળી છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

મોટોરોલા એક સસ્તા ફોન સાથે ધમાલ મચાવશે, જેમાં 7,000mAh બેટરી, 144Hz ડિસ્પ્લે અને 50MP કેમેરા હોવાની શક્યતા છે.

પહેલા સોનુ ન ખરીદવાની સલાહ, હવે બચતની ચેતાવણી - 2027 ના મોટા સંક ટ પ હેલા શુ સંકેત આપી રહ્યા છે પીએમ મોદી ?

મથુરામાં બનેવીનો કરોડોનો પ્રેમ ! બે સાળાઓને પહેરાવી એક-એક કરોડના નોટોની માળા, વાયરલ વીડિયોમાં મચી હલચલ

Bisleri Controversy: દુનિયામાં પાણી વેચનારી પહેલી કંપની કંઈ હતી ? Bisleri વિવાદ વચ્ચે જાણો સ્ટોરી ?

સોનાના ભાવમાં એક જ ઝટકામાં 3,100 રૂપિયાનો વધારો, ચાંદીના ભાવમાં 3,800 રૂપિયાથી વધુનો વધારો - આજના નવીનતમ ભાવ તપાસો

વધુ જુઓ..

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24, નવેમ્બર 2026

દેવ દિવાળી પર દીવો પ્રગટાવવાનો શુભ સમય શું છે ? નોંધી લો દીપદાનનું યોગ્ય મુહૂર્ત અને મહત્વ

vaikuntha chaturdashi 2026- વૈકુંઠ ચતુર્દશી મહત્વ અને કથા, 'હરિ-હર મિલન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 નવેમ્બર, 2026

Show comments