Webdunia - Bharat's app for daily news and videos

Install App

VIDEO: યૂપીના બહરાઈચમાં 12 વર્ષના બાળકને જીવતો ખાઈ ગયો મગરમચ્છ, જબડામાં દબાવીને ઉછાળ્યો અને...

શુક્રવાર, 17 જુલાઈ 2026 (16:00 IST)
યૂપીના બહરાઈચ જીલ્લાના બૌંડી પોલીસ મથકમાં એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. પોલીસે જણાવ્યુ કે બૌંડી પોલીસ મથક ટી.એન મોર્યના જણાવ્યા મુજબ ટિકુરી ગામનો રહેવાસે સુનીલ (12) ગુરૂવારે સાંજે પોતાના કાકા વિજય રાજ સિંહ સાથે ખેતરમાં ધાનની રોપાઈ કર્યા બાદ ઘાઘરા નદિ કિનારે
હાથ પગ ધોવા માટે ગયો હતો. આ દરમિયાન નદી કિનારેથી નીકળેલા મગરમચ્છે તેના પર હુમલો કર્યો અને તેને જબડામાં દબાવીને ઊંડા પાણીમાં લઈ ગયો.
 

પોલીસે વાયરલ વીડિયોની કરી ચોખવટ 

 
તેમને આગળ કહ્યુ કે બાળકના ચાચા અને આસપાસ હાજર ગ્રામીણોએ બૂમો પાડીને અને ઈંટ પત્થર ફેંકીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો. પણ મગરમચ્છ તેને ઊંડા પાણીમાં લઈ ગયો. થાના પ્રભારીએ જણાવ્યુ કે ગ્રામીણોની મદદથી અનેક કલાકો સુધી શોધ અભિયાન ચલાવ્યુ અને ભારે મહેનત પછી રાત્રે નદીમાંથી બાળકની ડેડ બોડી મળી આવી. આ ઘટનાનો એક વીડિયો શુક્રવારે સવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની પોલીસે ચોખવટ કરી છે. 
 

બાળકનો જમનો પગ અને કમરનો ભાગ ચાવી ગયો 

 
વીડિયો ખૂબ જ ભયાનક છે. કમજોર દિલવાળા ન જુએ.  મગરમચ્છ જડબામાં દબાવીએન બાળકને ઉપર ઉછાળી રહ્યો છે અને પછી મોઢામાં ગળી જાય છે. તેમણે એ પણ જણાવ્યુ કે મગરમચ્છે બાળકનો જમણૉ પગ ચાવી નાખ્યો અને કમરની નીચેનો થોડો ભાગ ક્ષત વિક્ષત થઈ ગયો  હતો. 
 
પોલીસે વિધિક કાર્યવાહી ઉપરાંત ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. ગ્રામીણો મુજબ સુનીલના માતા પિતાનુ પહેલા જ નિધન થઈ ચુક્યુ હતુ અને ગામમા તે પોતાના કાકાના ત્યા રહેતો હતો. ઉપ જિલાધિકારી પ્રકાશ સિંહે જણાવ્યુ કે ઘટનાની સૂચના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે. પીડિત પરિવારને નિયમ મુજબ ચાર લાખ રૂપિયાની આર્થિક મદદ આપવમાં આવશે.  

ટ્રિગર વોર્નિંગ - -સંવેદનશીલ વીડિયો, કમજોર દિલવાળા ન જુએ 



 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

BP ની ૩ ગોળીઓ ખાવી પડતી હતી, પરેશ રાવલે રાજકારણ છોડવાનું અસલી કારણ બતાવ્યું, બોલ્યા - જૂઠ્ઠો બનતો જઈ રહ્યો હતો

ગુજરાતી જોક્સ - ડૉક્ટર

ગુજરાતી જોક્સ - પણ મરી જઈશ.

ગુજરાતી જોક્સ - ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - કૂદી પડ

આગળનો લેખ
Show comments