Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોણ છે મોહિની મોહન દત્તા જેમને રતન ટાટાએ આપી દીધી 500 કરોડની ભેટ, વસીયતમાં નોએલ ટાટાનુ નામ પણ નહી

શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2025 (12:55 IST)
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ ભલે દુનિયામાંથી વિદાય લીધી હોય પણ તેમની ઉપસ્થિતિ આજે પણ સમાચારમાં છવાયેલી રહે છે.  જો કે મામલો તેમની વસીયત સાથે જોડાયેલ છે. જેને હવે ખોલવામાં આવી. જેમા સૌને ચોંકાવનારો ખુલાસો 500 કરોડ રૂપિયાની રકમને લઈને થયો છે.  જે રતન ટાટાએ જમશેદપુરના એક વ્યક્તિને ભેટ આપી દીધી હતી. આ વ્યક્તિનુ નામ પહેલા ક્યારેય પણ રતન ટાટા સાથે જોડાયુ નથી અને હવે તેમને 500 કરોડની સંપત્તિ મળતા તેમના નિકટના લોકો જ નહી પણ તેમનો પરિવાર પણ હેરાન છે.  એટલુ જ નહી તેની માહિતી મળતા લોકોને નવાઈ પણ લાગી.  
 
ઉલ્લેખનીય છે કે રતન ટાટાની તાજેતરમાં જ ખોલવામાં આવેલ વસીયતે અનેક લોકોને ચોંકાવી દીધા. જેમા તેમની શેષ સંપત્તિનો એક તૃતિયાંશ ભાગ જે 500 કરોડથી વધુ આંકવામાં આવ્યો છે તેને જમશેદપુરના એક અજ્ઞાત સહયોગી મોહિની દત્તાને આપવામાં આવ્યો છે.  રતન ટાટાની બાકી સંપત્તિને ચેરિટી માટે સમર્પિત કરવામાં આવી છે અને તેમની સાવકી બહેનોને પણ પોતાની ભાગીદારી દાન કરવામાં રસ બતાવ્યો છે. રતન ટાટાની વસીયતમાં સૌથી ખાસ વાત એ છે કે તેમા સાવકા ભાઈ નોએલ ટાટાનુ નામ નથી. 
 
સંપત્તિ વિતરણની થઈ શકે છે તપાસ 
 
કાયદાકીય વિશેષજ્ઞોનુ માનવુ છે કે સંપત્તિના વિતરણ પર ઊંડી તપાસ થઈ શકે છે.  74 વર્ષીય મોહિની મોહન દત્તા ટાટા સમૂહના પૂવ કર્મચારી છે. તેમનો દાવો છે કે તે રતન ટાટાના નિકટસ્થ હતા અને તેમની વસીયતથી મોટી રકમ મળવાની આશા પણ કરી રહ્યા હતા. દત્તાએ રતન ટાટાની સંપત્તિને સ્વીકાર કરવા પર સહમતિ પણ  બતાવી દીધી છે.  દત્તાનો દાવો છે કે તેમની મુલાકાત 24 વર્ષની વયમાં રતન ટાટા સાથે થઈ હતી.  

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઊંઘની ગોળી

ગુજરાતી જોક્સ - શિક્ષક-વિદ્યાર્થી મજાક

ગુજરાતી જોક્સ -પતિ-પત્ની

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બાધા પર તૂટ્યો દુ:ખોનો પહાડ

આગળનો લેખ
Show comments