રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (21:18 IST)

Adhir Ranjan Chowdhary Suspended - કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી લોકસભાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ, PM મોદીના નિવેદન પર કાર્યવાહી

adhir ranjan chowdhary
Adhir Ranjan Chowdhary Suspended: કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને ગુરુવારે (10 ઓગસ્ટ) લોકસભાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી મામલો વિશેષાધિકાર સમિતિ પાસે પેન્ડિંગ છે અને જ્યાં સુધી તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી તેઓ ગૃહમાંથી સસ્પેન્ડ રહેશે. અધીર રંજન ચૌધરીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદી પર ટિપ્પણી કરી હતી. વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ ગૃહમાં પડી ભાગ્યો છે.
 
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગૃહમાં ઠરાવ રજૂ કરતા કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ દર વખતે દેશ અને સરકારની છબીને બગાડવાનો પ્રયાસ કરે છે. અમે તે દરમિયાન માફીની માંગણી કરી હતી, પરંતુ તેમણે માફી માંગી નહોતી. તેમની સામે દરખાસ્ત લાવવામાં આવી હતી જે સ્વીકારવામાં આવી હતી. સ્પીકરે કહ્યું કે અધીર રંજન ચૌધરીની વર્તણૂક સંસદને અનુરૂપ નહોતી.
 
"નવા નીરવ મોદીને જોવાનો શું ફાયદો"
સસ્પેન્ડ થયા બાદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તેમને વોકઆઉટ કરવું પડ્યું કારણ કે આજે પણ મણિપુરના મુદ્દે પીએમ 'નીરવ' જ રહ્યા છે, તેથી મેં વિચાર્યું કે નવા 'નીરવ મોદી'ને જોવાનો શું ફાયદો છે. પીએમ મોદી કહે છે કે આખો દેશ તેમની સાથે છે તો પછી તેઓ કોંગ્રેસથી કેમ ડરે છે.
 
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે અગાઉ AAP સાંસદો સંજય સિંહ અને રિંકુ સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે અધીર રંજન ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપ ઈન્ડિયા એલાયન્સને તેનો અવાજ ઉઠાવતા રોકવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અમે પાછળ હટીશું નહીં. મણિપુરને પીઠ બતાવી. આજે સમગ્ર મણિપુર રાજ્ય પીએમના શબ્દોથી અસંતુષ્ટ છે
 
અધીર રંજન ચૌધરીએ શું કહ્યું?
વાસ્તવમાં, અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે અવિશ્વાસ પ્રસ્તાવની શક્તિએ આજે ​​વડાપ્રધાનને સંસદમાં લાવ્યા છે. અમારામાંથી કોઈ આ અવિશ્વાસ પ્રસ્તાવ વિશે વિચારતું ન હતું. અમે માત્ર એટલી જ માંગ કરી રહ્યા હતા કે પીએમ મોદી સંસદમાં આવે અને મણિપુર મુદ્દા પર બોલે.