રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (13:35 IST)

અહીં સાપ કરડે તો પણ મળે છે વળતર, 4 લાખ રૂપિયાની સહાય

longest snake roopsundari
અહીં સાપ કરડે તો પણ મળે છે વળતર- દર વર્ષે વરસાદની ઋતુમાં, અંતરિયાળ અને જંગલ વિસ્તારમાં સર્પદંશના કેસમાં વધારો થાય છે. ઘણી વખત લોકોને સમયસર યોગ્ય સારવાર મળતી નથી, જેના કારણે લોકોના અકાળે મૃત્યુ થાય છે. સર્પદંશથી કોઈનું મૃત્યુ થાય તો સરકાર તરફથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે.
 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર, સરકારે રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને સર્પદંશને રાજ્ય આપત્તિ તરીકે જાહેર કરવા સૂચનાઓ જારી કરી છે. આ આદેશ અનુસાર મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાનું આર્થિક વળતર આપવામાં આવશે.
 
  પીડિતને પોસ્ટમોર્ટમ માટે લઈ જાઓ અને તેનો રિપોર્ટ લેખપાલને આપો જેમાં સર્પદંશથી મૃત્યુની પુષ્ટિ થઈ છે. તે પછી લેખપાલ,તહસીલદાર અને એડીએમ તેમનો રિપોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટને આપે છે. જિલ્લા આપત્તિ રાહત ફંડમાંથી તરત જ પીડિત પરિવારના ખાતામાં 4 લાખ રૂપિયા મોકલવામાં આવે છે.