સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 9 ઑગસ્ટ 2023 (18:43 IST)

Kerala New Name- હવે દેશના આ રાજ્યનું બદલાઈ જશે નામ

Kerala name change
What is Kerala New Name- ભારતનો સૌથી સુંદર રાજ્ય કહેવાતો દક્ષિણના કેરળ રાજ્યના નામ બદલાઈ શકે છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનએ રાજ્યના નામા બદલવા માટે બુધવારે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો. પ્રસ્તાવ પારિત પણ થઈ ગયો છે. હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે. 
 
"કેરલમ" હશે કેરળનો નવો નામ 
સીએમ પિનારાઈએ આજે વિધાનસભામાં કહ્યુ  નિયમ 118ના હેઠણા સદનમાં એક પ્રસ્તાવ રજૂ કરાયો છે કેંદ્ર સરકારથી અનુરોધ કર્યુ છે કે ભારતના સંવિધાનની આઠમી શેડ્યૂલમાં સમાવિષ્ટ તમામ ભાષાઓમાં આપણા રાજ્યનું સત્તાવાર નામ બદલીને 'કેરલમ' કરવું જોઈએ. 
 
લેફ્ટ સરકારનો આ પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. યુડીએફ (યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ), રાજ્યમાં વિપક્ષી ગઠબંધન, કોઈપણ સુધારા અથવા ફેરફારો સૂચવ્યા વિના તેને સ્વીકારી લીધું. સીએમએ કહ્યું કે આપણી મલયાલમ ભાષામાં તેને 'કેરલમ' કહેવામાં આવે છે જ્યારે અન્ય ભાષાઓમાં તેને કેરળ કહેવામાં આવે છે.