સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: પટના. , બુધવાર, 8 નવેમ્બર 2023 (10:54 IST)

Bihar - મહિલાઓ પર આપેલ વિવાદિત નિવેદન પર CM નીતીશ કુમારે માંગી માફી, કરી આ વાત

nitish kumar
nitish kumar
 મહિલાઓ પર અમર્યાદિત ટિપ્પણીને લઈને સવાલમાં ઘેરાયેલા સીએમ નીતીશ કુમારે માફી માંગી છે. તેમણે કહ્યુ કે જો મારુ નિવેદન કોઈને ખોટુ લાગે તો હુ માફી માંગુ છુ. મારુ નિવેદન મહિલા ઉત્થાનના સંદર્ભમાં હતુ અને તેમના સારા માટે હતુ.  ઉલ્લેખનીય છે કે નીતીશના વિવાદિત નિવેદન પછી તેઓ વિપક્ષના નિશાના પર આવી ગયા હતા. સોશિયલ મીડિયા પર પણ નીતીશના નિવેદન પર લોકો તેમની આલોચના કરી રહ્યા હતા અને તેને બેશર્મીથી ભરેલુ બતાવી રહ્યા હતા. 
  
નિંદા કરનારાઓનુ અભિનંદન કરુ છુ - નીતીશ 
નીતીશે કહ્યુ કે મારો હેતુ કોઈને તકલીફ પહોંચાડવાનો નહોતો. હુ મારુ નિવેદન પરત લઉ છુ. નિંદા કરનારાઓને અભિનંદન કરુ છુ. સીએમ નીતીશએ બીજેપી ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલ હંગામો પર મજાક પણ કરી. નીતીશે કહ્યુ કે બીજેપી ધારાસભ્યોને નિંદા કરવાનો આદેશ આવ્યો હશે. 
 
બિહાર વિધાનસભામાં હંગામો, 2 વાગ્યા સુધી માટે સ્થગિત  
નીતીશના વિવાદિત નિવેદન પર બિહાર વિધાનસભામાં પણ હંગામો થઈ રહ્યો છે. બીજેપીના ધારાસભ્ય નીતીશના નિવેદન પર હંગામો કરી રહ્યા છે. બિહાર વિધાનસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી છે.  બીજેપી ધારાસભ્ય વિધાનસભાની બહાર નીતીશના નિવેદનને લઈને જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે.