Daily Horoscope
✕

4 રાજ્યોમાં ભારે વિનાશ થશે! વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી.,,.

Updated: બુધવાર, 23 ઑક્ટોબર 2024 (08:13 IST)
Cyclone Dana-બંગાળ અને ઓડિશામાં તીવ્ર વાવાઝોડા  દાનાનો ભય હતો. આ વાવાઝોડું 25 ઓક્ટોબરે ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા છે. શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારતીય રેલ્વેએ પણ 150 થી વધુ ટ્રેનો રદ કરી છે.
 
IMD અનુસાર, બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાઈ જશે અને 25 ઓક્ટોબરની સવારે પુરી અને સાગર દ્વીપ વચ્ચે ઉત્તરી ઓડિશા અને દક્ષિણ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરી જશે. આ સમયગાળા દરમિયાન, 100-110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે, જે 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
 
વાવાઝોડા દાના ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને 24 ઓક્ટોબરની સવાર સુધીમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના પાણીમાં પહોંચી જશે. ચક્રવાત બનતા તે ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના કિનારાને પણ આવરી લેશે. જેના કારણે પહેલા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ પડશે. ત્યારબાદ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વાદળો અને તોફાની પવનો રહેશે. આ દરમિયાન તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં 26 ઓક્ટોબર સુધી વરસાદ અને તોફાન બંને રહેશે.
 
આ રાજ્યોમાં ભારે વરસાદ થશે
હવામાન વિભાગ (IMD) એ તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરી, કર્ણાટકમાં 26 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી આપી છે. ગાજવીજ સાથે વીજળી પડશે અને વાદળોથી ભારે વરસાદ થશે. ઉપરોક્ત 4 રાજ્યોના હવામાનની અસર ગોવા, મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં પણ જોવા મળશે. હળવોથી મધ્યમ વરસાદ પડશે. પવન ખૂબ ઝડપથી ફૂંકાશે
 

વધુ જુઓ..

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

વધુ જુઓ..

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

આગળનો લેખ
Show comments