Daily Horoscope
✕

પુલવામા હુમલા બાદ ભભૂકતો જનાક્રોશ આણંદમાં મુખ્ય રોડ પર પાકિસ્તાનનો ધ્વજ દોર્યો

Updated: શનિવાર, 16 ફેબ્રુઆરી 2019 (15:07 IST)
જમ્મુ કાશ્મીરનાં પુલાવામા ખાતે ગુરૂવારે આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થવાની જઘન્ય ઘટનાનાં રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા છે. 'વંદે માતરમ' અને 'પાકિસ્તાન મુર્દાબાદ'નાં નારા સાથે પ્રચંડ જનાક્રોશ ભભૂક્યો હતો. ઠેર ઠેર આતંકવાદનાં પુતળાનાં દહન કરાયા હતા અને નનામી પણ કઢાઇ હતી અને સાથે શહીદોને શ્રધ્ધાંજલી પણ અર્પણ કરવામાં આવી હતી. આણંદમાં પણ લોકોનો રોષ ભભૂકતા વિદ્યાનગર રોડ પર પાકિસ્તાનનો ઝંડો રસ્તા પર દોરીને વિરોધ નોંધાવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે આણંદનાં વિદ્યાનગર મુખ્ય રોડ પર પાકિસ્તાનનો વિરોધ કરાયો હતો. તેમણે રસ્તા પર પાકા રંગોથી પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરી 'હંમેશા પાકિસ્તાન અમારા જૂતાં નીચે રહેશે'નો સંદેશ અપાયો હતો. પુલવામાંમા આતંકવાદી હુમલામા શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રધ્ધાજલી આપવા આ રીતે વિરોધ કરાયો.વિરોધ નોંધાવવા આવેલા લોકોમાં ભારે રોષ છલકાતો હતો. ત્યાં સૂત્રોચ્ચાર 'વંદે માતરમ' અને 'પાકિસ્તાન મુર્દાબાદ'નાં સૂત્રોચ્ચાર પણ થઇ રહ્યાં હતાં.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

રણબીર કપૂરની રામાયણનો જબરદસ્ત ક્રેઝ, ટિકિટની કિમંત પહોચી 3000 ને પાર, એડવાંસ બુકિંગમાં 5 કરોડથી વધુ કમાણી

રામાયણ માં રામ બનેલા રણબીર કપૂરે દશેરા કાર્યક્રમમાં એવુ તે શુ કહી દીધુ ? સોશિયલ મીડિયા પર મચી બબાલ, માગવી પડી માફી

કયા OTT પ્લેટફોર્મને મળ્યા રામાયણ ના ડિઝિટલ રાઈટ્સ ? રણબીર કપૂરની ફિલ્મ પર મેકર્સએ આપી મોટી અપડેટ

જીવનભર માટે ગાયબ થઈ જતો, ટાઈગર શ્રોફે ફાયરિંગ પછી લાઈક કર્યુ પોસ્ટ, વીડિયો પર લખેલી વાતે ખેંચ્યુ ધ્યાન

Dusshera Jokes - રાવણના પુતળાના મૂલ્ય

આગળનો લેખ
Show comments