Daily Horoscope
✕

પુણેના Fort પર શોર્ટ્સ પહેરવા બદલ પર્યટકોને માર્યા થપ્પડ, 8 પર કેસ

Updated: શુક્રવાર, 21 ઑગસ્ટ 2026 (13:13 IST)
Pune Fort Assault
પુણે ગ્રામીણ પોલીસે મંગળવારે જણાવ્યુ કે પુણે પાસે ઐતિહાસિક સિંહગઢ કિલ્લામા રવિવારે બપોરે એક દક્ષિણપંથી સંગઠનના સભ્યો દ્વારા શોર્ટ્સ અને સ્લીવલેસ કપડા પહેરવા પર ઓછામા ઓછા ચાર પર્યટકો ( જેમા એક મહિલાનો પણ સમાવેશ) ની સાથે કથિત રૂપે મારપીટ કરવામાં આવી.   પોલીસે મારપીટ અને બબાલ કરવાના આરોપમાં સમસ્ત હિન્દુ બાંઘવ સેના નામના સંગઠનના આઠ સભ્યો વિરુદ્ધ કેસ નોંઘવામાં આવ્યો છે. 
ALSO READ: પાડોશણ સાથે વાત કરતો હતો પતિ, પત્નીએ લાઉડ સ્પીકર પર સાર્વજનિક ચલાવ્યુ કોલ રેકોર્ડિંગ, બદનામીના ડરથી મહિલાએ કર્યુ સુસાઈડ


 
એક્સપ્રેસ ન્યૂઝ સર્વિસ અનુસાર, રવિવારે બપોરે 2 થી સાંજે 5 વાગ્યાની વચ્ચે શ્રેણીબદ્ધ હુમલાઓ થયા, જેમાં મુલાકાતીઓના ચાર અલગ અલગ જૂથોને નિશાન બનાવવામાં આવ્યા. પુણેની એક ખાનગી કંપનીમાં 39 વર્ષીય સિનિયર મેનેજર ફરિયાદી પોતાના પરિવાર અને મિત્રો સાથે કિલ્લાની મુલાકાતે ગયા હતા. છત્રપતિ શિવાજી મહારાજના લશ્કરી કમાન્ડર તાનાજી માલુસારેના સ્મારકની મુલાકાત લઈને પરત ફરતા હતા, ત્યારે પુરુષો અને સ્ત્રીઓના એક જૂથે તેમને રોક્યા અને તેમના પોશાક પર સવાલ ઉઠાવ્યા.
 
ફરિયાદ કરનારે પોતાની ફરિયાદમાં જણાવ્યુ, તેમને પુછ્યુ તમે શોર્ટ્સ કેમ પહેર્યા છે ?  ગ્રુપના ત્રણ પુરૂષોએ તેમને થપ્પડ માર્યા. જ્યારે કે એક મહિલાએ તેમની પત્નીને ઢસડી . ફરિયાદ કરનારે જણવ્યુ તેઓ બૂમો પાડતા રહ્યા. શુ તમને હિન્દુ સંસ્કૃતિ સમજમાં નથી આવતી ?  
 
 
પોલીસ સ્ટેશનમાં, ફરિયાદીને જાણવા મળ્યું કે એક મહિલા સહિત વિવિધ જૂથોના ત્રણ અન્ય પ્રવાસીઓને પણ આ જ હુમલાખોરોએ કથિત રીતે થપ્પડ મારી હતી અને પ્લાસ્ટિકના સળિયાથી માર માર્યો હતો.
 
પોલીસે જે આઠ આરોપીઓ સામે કેસ નોંધ્યો છે તેમની ઓળખ સંકેત સંજય પાટિલ, આશિષ દિલીપ ઉપાર, રેવન નારાયણ કોકાટે, સયાલી સુજીત ચવ્હાણ, કેતકી સૂરજ જાધવ, અમર રામચંદ્ર શિર્કે, કુણાલ કિસન નલાવડે અને આર્ય પ્રવીણ કવડે તરીકે થઈ છે.

ALSO READ: હરદોઈમાં સાંપે માર્યો ડંખ તો ભાઈએ માર્યા 150 થપ્પડ, ડોક્ટરોએ આપ્યા 15 એંટી-વેનમ ઈંજેક્શન, બચ્યો યુવકનો જીવ
 
આ વર્ષની શરૂઆતમાં, કેટલાક લોકોએ સિંહગઢ કિલ્લાના પ્રવેશદ્વાર પર એક પોસ્ટર લગાવ્યું હતું જેમાં લખ્યું હતું કે, "કિલ્લો હિન્દુઓનો છે અને મુસ્લિમોને મંજૂરી નથી."

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુ અને વિઠ્ઠલને ધરાવો આ ખાસ નૈવેદ્ય, જાણો પરંપરાગત મીઠાઈઓની રેસિપી

શરીરમાં મેગ્નેશિયમની કમી નહી થવા દે આ ફુડ્સ, ઉંઘ અને માંસપેશીઓ માટે પણ લાભકારી

કાળા અને ચીકણા તવાને મિનિટોમાં બનાવો ચમકદાર! લીંબુ અને મીઠાની આ જબરદસ્ત ટ્રિક અજમાવો

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

મકાઈ ના ઢોકળા

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments