Festival Posters
✕

બેરોજગારોને 5000 રૂપિયા દર મહિને, વૃદ્ધ મહિલા કારીગરોને 40000 ની પેંશન, જાણો સપાના ઢંઢેરાની મોટી વાતો

Published: ગુરુવાર, 26 નવેમ્બર 2026 (17:52 IST)
સામાન્ય માણસની જમીન માફિયાઓ કે પ્રભાવશાળી લોકોને કબજે કરવા દેવામાં આવશે નહીં. આ માટે એક ખાસ STF બનાવવામાં આવશે. રાજ્યમાં કોઈ ગુંડા કે માફિયાઓને પાંગરવા દેવામાં આવશે નહીં. સમાજવાદી પાર્ટીએ આજે ​​પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. આમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ઉદ્યોગસાહસિકો અંગે ખાસ જાહેરાતો કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઢંઢેરામાં કહેવામાં આવ્યું હતું કે સરકાર બન્યા બાદ યુપીમાં બેરોજગારોને દર મહિને 5 હજાર રૂપિયા આપવામાં આવશે. 6 વર્ષમાં 25 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવશે. વૃદ્ધ મહિલા કારીગરોને વાર્ષિક 40 હજાર રૂપિયા પેન્શન આપવામાં આવશે.
ALSO READ: શિયાળામાં બનાવો બાજરીની 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ, જાણો સરળ રેસિપી
- બેરોજગારોને દર મહિને 5 હજાર રૂપિયાનુ વચન 
- 6 વર્ષમાં 25 લાખ યુવાઓને સરકારી નોકરી આપવાનુ વચન 
- 2 થી 3 કરોડ યુવાઓને રોજગાર અન્ય ક્ષેત્રમાં આપવાનુ વચન 
- જાતીય વસ્તીગણતરી કરવાનુ વચન 
- સમાજવદી કૈંટીન ખોલવી અને 5 રૂપિયાની થાળી આપવાનુ વચન 
- 40 હજાર રૂપિયા વાર્ષિક પેંશન વૃદ્ધ મહિલાઓને આપવાનુ વચન  
 

લઘુમતીઓની સંપત્તિનું રક્ષણ કરવામાં આવશે

સપાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા અખિલેશ યાદવે કહ્યું કે લઘુમતીઓના જીવન અને સંપત્તિની સુરક્ષા કરવામાં આવશે. તેમની સામે નફરતના ગુનાઓ સંપૂર્ણપણે બંધ થશે. આ સિવાય અખિલેશે પાર્ટીના મેનિફેસ્ટોમાં 50 કરોડ રૂપિયા સુધીના સરકારી કોન્ટ્રાક્ટમાં દલિતો અને પીડીએ માટે 50 ટકા અનામત આપવાનું પણ વચન આપ્યું છે.
 

જમીન માફિયાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે

સપાના ઢંઢેરામાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે સામાન્ય માણસની જમીન માફિયાઓ કે પ્રભાવશાળી લોકોને કબજે કરવા દેવામાં આવશે નહીં. આ માટે ખાસ STFની રચના કરવામાં આવશે. રાજ્યમાં કોઈ પણ ગુંડા માફિયાઓને ખીલવા દેવામાં આવશે નહીં.
ALSO READ: વડોદરામાં 12 કરોડના રોકાણથી બનશે અનોખો ક્રોકોડાઈલ બ્રિઝ, નગર નિગમે તૈયાર કરી ડિઝાઈન, જાણો ખૂબીઓ

અડધી વસ્તી (મહિલાઓ) માટે એક અલગ મેનિફેસ્ટો આવશે

આ પછી સમાજવાદી પાર્ટી વધુ બે મેનિફેસ્ટો લાવશે. અખિલેશે કહ્યું કે તેઓ અડધી વસ્તી (મહિલાઓ) માટે અલગ મેનિફેસ્ટો લાવશે. અમે બંધારણ બદલવાના કોઈપણ ષડયંત્રને સફળ થવા દઈશું નહીં. આપણો દેશ મનથી નહીં પણ બંધારણથી ચાલશે.

વધુ જુઓ..

મેથી બટાકાનું શાક

સોનાના ઘરેણાને નુકશાન થયા વગર ઘરે કેવી રીતે સાફ કરવા ? જાણો સહેલી રીત

સવારે ઉઠ્યા પછી કરો આ 2 કામ, શરીર થશે ડિટોક્સ, પાચનથી લઈને આરોગ્યને મળી શકે છે અનેક ફાયદા

રોજના પૌંઆ અને ઉપમા ખાઈને કંટાળી ગયા છો? તો રવાથી બનાવો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રવા વડા

પાટણ ના પટોળા ની કિંમત

વધુ જુઓ..

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

આગળનો લેખ
Show comments