Webdunia - Bharat's app for daily news and videos

Install App

આગની ઊંચી લપેટો, ધૂ ધૂ કરતી સળગી બસ, હ્રદય કંપાવી દેશે યમુના એક્સપ્રેસ વે પર થયેલી આ દુર્ઘટનાનો વીડિયો

મંગળવાર, 16 ડિસેમ્બર 2025 (10:03 IST)
સોમવારે રાત્રે, મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર એક દ્રશ્યે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ગાઢ ધુમ્મસને કારણે સામેનુ ઓછુ દેખાતુ હતુ.  અને સાત બસો અને ત્રણ કાર, જે ઝડપથી દોડી રહી હતી તે એક બીજા સાથે અથડાઈ.  આ અકસ્માત એટલો ભયંકર હતો કે અનેક વાહનોમાં આગ લાગી ગઈ. આકાશમાં ઉંચી જ્વાળાઓ જોવા મળી રહી હતી, અને સળગતી બસોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ભયાનક અકસ્માતમાં ચાર લોકો બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે 25 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
 
મથુરામાં સોમવારે રાત્રે  એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જ્યાં યમુના એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસને કારણે અનેક વાહનો અથડાયા. સાત બસો અને ત્રણ કારમાં અકસ્માત થયો હોવાના અહેવાલ છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે અનેક વાહનોમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા.
 
કેવી રીતે થઈ દુર્ઘટના 
સોમવારે રાત્રે લગભગ 4 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો. અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો બસોમાં સૂઈ રહ્યા હતા. અચાનક થયેલી હિંસક ટક્કરે બધાને આઘાત લાગ્યો. ટક્કર બાદ બસોમાં આગ લાગી ગઈ અને લોકો બહાર નીકળવા માટે દોડી ગયા. ઘણા લોકો સમયસર બચી ગયા, પરંતુ ચાર લોકો આગમાં ફસાઈ ગયા અને તેમના જીવ ગયા.

<

Several vehicles including buses in cars caught fire falling a pile up on the Yamuna expressway near Mathura in Uttar Pradesh. Multiple casualties and injuries reported. pic.twitter.com/FFl4mQH55d

— Piyush Rai (@Benarasiyaa) December 16, 2025 >
રાહત અને બચાવ અભિયાન ચાલુ 
અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. આગ ઓલવવા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાના પ્રયાસો શરૂ થયા. મથુરાના એસએસપી શ્લોક કુમારે જણાવ્યું કે સાત બસો અને ઘણી કાર અથડાઈ હતી, અને ચારથી વધુ બસોમાં આગ લાગી હતી. મોટાભાગના ઘાયલોની હાલત સ્થિર છે, પરંતુ કેટલાક ગંભીર રીતે દાઝી ગયા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, 25 થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
દુર્ઘટનાનો વીડિયો વાયરલ થતા ભય ફેલાયો 
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અકસ્માતની ભયાનકતા દર્શાવે છે. ઉંચી જ્વાળાઓ, સળગતી બસો અને ચીસો કંપાવી દે તેવી છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- ફેસબુકનો પ્રેમ

ગુજરાતી રમૂજી જોક્સ- રસ નથી

ગુજરાતી જોક્સ - આજના મજેદાર જોકસ

ગુજરાતી જોક્સ -લંડનની યાત્રાનુ ઈનામ

પૈસા જોઈએ તો બાપ છે, સાવકા ભાઈ પ્રતિક પર વરસ્યા આર્ય બબ્બર, પિતાના અપમાનથી દુભાયુ દિલ, સાર્વજનિક રીતે સાધ્યુ નિશાન

આગળનો લેખ
Show comments