Webdunia - Bharat's app for daily news and videos

Install App

જામનગરમાં હાર્દિક પટેલના કાફલાં ઉપર ટમેટાં ફેંકાયા

Updated: સોમવાર, 12 જૂન 2017 (14:25 IST)
હાલમાં ગુજરાતમા પાટીદાર અનામતનું ભૂત ફરીવાર ધૂણવા માંડ્યું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન હાર્દિક પટેલ ગુજરાતમાં ઠેરઠેર લોકો સાથે મુલાકાત કરી રહ્યો છે. ત્યારે જામનગરમાં રવિવારે રાત્રે એક લોકડાયરાના કાર્યક્રમમાં હાર્દિક પટેલના કાફલાં ઉપર ટમેટાં ફેંકાતા અફડાતફડી મચી ગઈ હતી. ટમેટાં ફેંકનાર શખસને બાદમાં હાર્દિકની વ્યવસ્થામાં રહેલા માણસોએ ફટકાર્યો હોવાનું જાણવા મળે છે .

જામનગરમાં મા ખોડલના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા  પૂર્વે   અરીયા કોલેજ વિસ્તારમાં રાત્રે જાહેર લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સામેલ થવા તે પોતાના કાફલાં સાથે સ્થળ ઉપર પહોંચતા જ એક શખસે ટમેટાંના છૂટા ઘા કર્યા હતા. બનાવને પગલે તેની સાથે રહેલા લોકોએ લાકડી સાથે ધસી જઈ તે યુવાને ઢીબી નાંખ્યો હતો.ટમેટાંના ઘા કરનાર શખસની ઓળખ સામે આવી નથી. તથા આવું કરવા પાછળ કારણ પણ જાણવા મળતું નથી. પરંતુ બનાવને પગલે ડાયરાના સ્થળે થોડો સમય માટે અફડાતફડી સાથે ચકચાર જરૃર મચી ગઈ હતી.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments