Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

અલ્પેશ ઠાકોરનું એલાન કયા પક્ષમાં જોડાઈશ એનું એલાન ટુંક સમયમાં કરીશ

Updated: સોમવાર, 29 મે 2017 (17:25 IST)
થોડા સમય પહેલા જ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના અગ્રણી અલ્પેશ ઠાકોરે રાજનીતિ કરવા છેવટે આગામી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા વિકલ્પ તરીકે ઝૂકાવવાની જાહેરાત કરી હતી. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, હાલ તેઓ ભાજપ તેમજ કોંગ્રેસ બંનેના સંપર્કમાં છે. આ બંને પક્ષમાંથી કોઈ પક્ષમાં જોડાવું કે પછી પોતાનો પક્ષ રચવો તે અંગેનો નિર્ણય થોડા જ સમયમાં પોતે લેશે.

ગીર-સોમનાથ પહોંચેલા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, રાજકારણ દૂષિત છે, અને તેને સ્વચ્છ કરવા માટે હું તેમાં પ્રવેશીશ. છેલ્લા કેટલાક સમયથી દારૂબંધી સહિતના સામાજિક મુદ્દે આંદોલન ચલાવતા અલ્પેશ ઠાકોરના મંચની કારોબારી બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ચૂંટણી માટે સંગઠન તૈયાર છે, અને જો રાજકીય પાર્ટી ઓબીસી-એસસીને પ્રતિનિધિત્વ નહીં આપે અને અમારી રાજકીય વિચારધારાને કોઇ પક્ષ નહીં સ્વીકારે તો ત્રીજા વિકલ્પ તરીકે પ્રજાની વચ્ચે જઇશું.જ્ઞાતિગત સંગઠનના આધારે સામાજિક મુદ્દાને લઇને આગળ આવેલા અલ્પેશ ઠાકોરે લઘુમતી, ગરીબ, પછાત, બેરોજગારો અને ખેડૂતોના નામે ચૂંટણી લડવા અત્યારથી જ પોતાના સંગઠનની દાવેદારી જાહેર કરી દીધી છે. તે સાથે જે રાજકીય પક્ષને તેમની સાથે જોડાણ કરીને પ્રતિનિધિત્વ આપવું હોય તેનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.  વિધાનસભાની ચૂંટણીને લઇને બૂથ મેનેજમેન્ટ પણ તૈયાર છે. જો પક્ષો પ્રતિનિધિત્વ નહીં આપે તો રાજનીતિ કરવા સંગઠન તૈયાર છે. જો કોઇ પક્ષ અમને સ્વીકારશે તો ઠીક છે નહીં તો ત્રીજા વિકલ્પ તરીકે પ્રજાની વચ્ચે જવાનું પસંદ કરીશું.આ બેઠકમાં રાજ્યના બેરોજગાર યુવાનોને રોજગારી ન મળે ત્યાં સુધી માસિક પાંચ હજાર રૂપિયા મોંઘવારી ભથ્થુ આપવા અને ઉદ્યોગોમાં 85 ટકા સ્થાનિક રોજગારી માટે પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય-ઠાકોર સેના 28 મે એ અમદાવાદથી 182 ગાડીના કાફલા સાથે નિકળી ભગવાન સોમનાથના દર્શન કરીને વિજય શંખનાદ માટે નીકળી હતી. આજે સવારના સમયે સોમનાથ પહોંચેલી ક્ષત્રિય-ઠાકોર સેનાએ સોમનાથમાં વિશાળ રેલીનું આયોજન કર્યું હતું.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Drishyam 3 Review: રોમાંચક છે વિજય સાલગાંવકરની અંતિમ લડાઈ, પરંતુ નવા પોલીસ અધિકારીના રોલમાં ફીકા પડ્યા જયદીપ અહલાવત

દ્રશ્યમ 3 - શુ ધુરંધર 2 ને પાછળ છોડશે ફિલ્મ ? એડવાંસ બુકિંગમાં કરી બંપર કમાણી, કરોડોની ઓપનિંગ પર નજર

ગુજરાતી જોક્સ - ફરાળી છે

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

Jubin Nautiyal ના ઘરમાં ગૂંજી કિલકારી, પત્નીએ આપ્યો પુત્રને જન્મ, ફેંસને આ રીતે આપ્યા ગુડ ન્યુઝ

આગળનો લેખ
Show comments