Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

અમદાવાદને કરોડોની ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાડજ અને મકરબા ઓવરબ્રિજ સહિત રૂ.584 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ

Updated: ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2026 (13:23 IST)
Bhupendra Patel
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૩ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં  રૂ.584  કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત વાડજ જંક્શન અને મકરબા રેલવે ઓવરબ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું, જેનાથી અંદાજે 3  લાખ વાહનચાલકોને ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. આ ઉપરાંત શાહીબાગ અને થલતેજમાં આવાસ યોજનાના મકાનો તથા ફાયર બ્રિગેડના આધુનિક સાધનોનું પણ લોકાર્પણ કરાયું હતું.
ALSO READ: તરુણચુગ સાથે BJP એ અજય મહાવર અને ગોમતી સાયને ગુજરાતના મોરચા પર લગાવ્યા, જાણો કોણ છે આ નવા પ્રભારીઓ

નવા બસ ડેપો, આવાસ યોજના અને નિમણૂક પત્રોનું વિતરણ

શહેરના સુવિધાયુક્ત વિકાસ માટે નવા બસ સ્ટેશનના ચાર્જિંગ સ્ટેશન અને નવા બસ ડેપોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે આવાસ યોજનાના ડ્રો યોજાયા હતા. આ સાથે જ વહીવટી તંત્રને વધુ મજબૂત બનાવવા માટે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્કના પદ પર પસંદગી પામેલા ઉમેદવારોને સ્થળ પર જ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
 

રિલના જમાનામાં પોઝિટિવ અભિગમ રાખવા મુખ્યમંત્રીની સલાહ

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ વર્તમાન સોશિયલ મીડિયાના યુગ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, આજકાલ રીલનો જમાનો છે. જો કોઈને નાની તકલીફ પડે તો પણ તે તરત રીલ બનાવીને મૂકી દે છે, પરંતુ સમાજે અને તંત્રે હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ. તેમણે ઉમેર્યું કે જો કોઈ મુદ્દો મીડિયા કે સોશિયલ મીડિયામાં આવે તો પહેલા તેની યોગ્ય તપાસ કરવી જોઈએ અને જરૂર જણાય ત્યાં સુધારો કરવો જોઈએ.
 

પંડિત દીનદયાલ હોલ ખાતેથી લોકાર્પણ અને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન

બોડકદેવ સ્થિત પંડિત દીનદયાલ હોલ ખાતેથી રૂ. 584 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઘુમા ગામ ખાતે સઘન સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ઘુમાની એમ.કે. પટેલ અનુપમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા પણ યોજાશે, જેથી બાળકોમાં સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જનભાગીદારી વધારી શકાય.

 

વાડજ સર્કલ પર રૂ. 62 કરોડના ખર્ચે Y-આકારનો બ્રિજ તૈયાર

વાડજ જંકશન પર વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 62 કરોડના ખર્ચે ફોર-લેન ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ Y-આકારના બ્રિજના નિર્માણથી રાણીપ, ઉસ્માનપુરા, ગાંધીઆશ્રમ, ભીમજીપુરા અને શાહીબાગ તરફ અવરજવર કરતા વાહનચાલકોને મોટો ફાયદો થશે. એક અંદાજ મુજબ આ બ્રિજના કારણે દરરોજ અંદાજે 1.50 લાખ વાહનચાલકોનો સમય અને ઈંધણ બચશે.
ALSO READ: અમદાવાદમાં રોગચાળાનો વિસ્ફોટ: મચ્છરોનું બ્રીડિંગ મળતા AMCએ રૂ.6 લાખનો દંડ ફટકાર્યો

રાણીપ અને ગાંધીઆશ્રમ તરફ વાડજ બ્રિજના બે ફાંટા

વાડજ જંકશન પર બનેલા આ ઓવરબ્રિજને વાહનવ્યવહારની સરળતા માટે બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં પ્રથમ છેડો ઉસ્માનપુરાથી રાણીપ તરફ આશરે 700 મીટર લાંબો અને 15  મીટર પહોળાઈ ધરાવતો ફોર-લેન છે. જ્યારે બીજો છેડો ઉસ્માનપુરાથી ગાંધી આશ્રમ તરફ જતો અંદાજીત 365  મીટર લાંબો અને 5.5 મીટર પહોળાઈ ધરાવતો બનાવવામાં આવ્યો છે.
 

મકરબા રેલવે ઓવરબ્રિજથી 1.5 લાખ વાહનચાલકોને મોટી રાહત

અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર 800  મીટરથી વધુ લાંબો મકરબા રેલવે ઓવરબ્રિજ રૂ. 98.60 કરોડના ખર્ચે તૈયાર થયો છે. સપ્ટેમ્બર 2023 માં શરૂ થયેલું આ કામ ડ્રેનેજ લાઇન તૂટવા, અંડરગ્રાઉન્ડ યુટિલિટી લાઇનોના કારણે પિલર ડિઝાઇન બદલવા અને રેલવેના વિલંબને કારણે નિર્ધારિત સમય કરતાં દોઢ વર્ષ મોડું પૂરું થયું હતું. આ બ્રિજ શરૂ થવાથી સરખેજ-જુહાપુરા અને એસજી હાઇવે વચ્ચે અવરજવર કરતા 1.5 લાખ વાહનચાલકોને સુગમતા રહેશે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments