Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

CM ભૂપેન્દ્ર પટેલનો અમેરિકા પ્રવાસ: વર્લ્ડ બેંક અને વોલમાર્ટ સાથે ગ્લોબલ પાર્ટનરશિપ અંગે ચર્ચા

Updated: શુક્રવાર, 21 ઑગસ્ટ 2026 (07:29 IST)
bhupendra patel us visit
વોશિંગ્ટન ડી.સી. ખાતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના નાણાકીય વ્યવસ્થાપન અને આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, GIFT Cityના વિકાસ અને સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તથા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે પણ વિશેષ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
 

વિકસિત ગુજરાતના વિઝનની રજૂઆત

 
આ રાઉન્ડ ટેબલ બેઠક દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ વૈશ્વિક મંચ પર ગુજરાતનું સર્વગ્રાહી વિઝન સફળતાપૂર્વક રજૂ કર્યું હતું. તેમણે રાજ્યમાં જાળવવામાં આવેલી નાણાકીય શિસ્ત, ટકાઉ આર્થિક વૃદ્ધિ અને ભવિષ્યના મોડેલ સ્ટેટ તરીકે ગુજરાતના આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી. વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓએ પણ ગુજરાતના આર્થિક મોડેલ અને ટેકનોલોજી આધારિત સુશાસનના પ્રયાસોને બિરદાવ્યા હતા.
 

વોલમાર્ટ સાથે MSME સેક્ટરના વિકાસ અંગે મંથન

 
પોતાના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ વોલમાર્ટના ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ ડેન બ્રાયન્ટ સાથે ફળદાયી વન-ટુ-વન બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના વિશાળ MSME સેક્ટર, સ્થાનિક ઉત્પાદકો અને નાના કારીગરોને આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈન સાથે જોડવાનો હતો. આ ઉચ્ચસ્તરીય ચર્ચામાં ઉત્પાદનોની ગુણવત્તા સુધારવા અને વૈશ્વિક બજારમાં સ્થાનિક કારીગરોને નવી તકો પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

નાના પાટેકરના 10 દમદાર ડાયલોગ્સ, સિનેમા જગતમાં રહેશે અમર, થિયેટર્સમાં ખૂબ વાગી હતી સીટીઓ

મુંબઈ નહી, પુણે સ્થિત ડોંજે ગામમાં થશે નાના પાટેકરનો અંતિમ સંસ્કાર, પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે પાર્થિવ શરીર

'જવાનુ તો બધાને જ છે, હુ પણ આવતીકાલે રહુ કે ન રહુ..' મોતના 4 દિવસ પહેલા નાના પાટેકરનુ અંતિમ ભાષણ... VIDEO

નાના પાટેકરનું ૭૫ વર્ષની વયે અવસાન, બોલીવુડ ઈન્ડ્સ્ટ્રી આઘાતમાં ડૂબી

સરાયા બનવાની છે મોટી બહેન, કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે ગૂંજશે કિલકારી, નાના કપડા બતાવીને આપી ખુશખબરી

આગળનો લેખ
Show comments