1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Latest Gujarat News

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભવ્ય તિરંગા યાત્રાની શરૂઆત, નાગરિકોનો અદ્ભુત ઉત્સાહ

Har ghar tiranga
ગાંધીનગરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો પ્રારંભ ગાંધીનગરના ગ-6 સર્કલથી થયો હતો અને ઘ-6 સર્કલ સુધી યોજાઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણી નેતાઓ અને મહાનુભાવો આ દેશભક્તિપૂર્ણ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા.  

 
 
આ યાત્રામાં શહેરના નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. માર્ગો પરથી પસાર થતી વખતે રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના નારા ગૂંજ્યા હતા. યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવામાં આવી હતી અને નિર્ધારિત સ્થળે પહોંચ્યા બાદ રાષ્ટ્રગીત સાથે આ સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો.  
 
 
કાર્યક્રમ દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે તિરંગો એ 140 કરોડ ભારતીયોનું સ્વાભિમાન છે અને આગામી દિવસોમાં રાજ્યના તમામ શહેરોમાં આવી તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, અમદાવાદમાં યોજાનારી તિરંગા યાત્રાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે હવે 11 ઓગસ્ટના બદલે 12 ઓગસ્ટે યોજાશે.
 
આગળનો લેખ
45 કિલો સડેલું માંસ અને એક્સપાયર થયેલું દૂધ, ગ્રાહકોને ખરાબ ગુણવત્તાનું ભોજન પીરસી રહ્યો હતો આ પ્રખ્યાત પબ