ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024 (08:58 IST)

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Vishwakarma puja
Vishwakarma Puja Vidhi or Samagri List 2024- 17 સપ્ટેમ્બરને મંગળવારે વિશ્વકર્મા પૂજા ઉજવાશે. આ દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા સાથે દુકાન, ફેક્ટરી અથવા કોઈપણ વેપારી સ્થળની પણ પૂજા કરવામાં આવે છે. વિશ્વકર્માની વિધિપૂર્વક પૂજા કરવાથી ઘર અને દુકાનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે.
 
વિશ્વકર્મા પૂજા સામગ્રી 
- વિશ્વકર્મા પૂજા માટેની સામગ્રીમાં પાણીથી ભરેલો કલશ, ફૂલો, માળા, અક્ષત, સોપારી, ચંદન, ધૂપ વગેરેનો સમાવેશ થાય છે.
આ સિવાય આરતી માટે ઘી અને પિત્તળનો દીવો અને પીળી સરસવ અને લાલ કપડાનો સમાવેશ કરો.
વિશ્વકર્મા જયંતિ પૂજા વિધિ 
 
વિશ્વકર્મા પૂજા વિધિ - વિશ્વકર્મા જયંતિના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન વગેરે કરો અને સ્વચ્છ વસ્ત્ર પહેરો. 
- આ પછી, તમારું વાહન ધોઈ લો, પછી તે કાર હોય, બાઇક હોય કે સાઇકલ.
ત્યારબાદ તમારી દુકાન, ફેક્ટરી, વર્કશોપ કે ઘરમાં જ્યા પણ પૂજા કરવાની છે ત્યા સાફ-સફાઈ કરો. ત્યારબાદ ગંગાજળ છાંટીને એ સ્થાનને સ્વચ્છ કરો પછી રંગોળી બનાવો અને મંદિરમાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિ સ્થાપિત કરો. ત્યારબાદ ભગવાન વિશ્વકર્માને ફૂલ અર્પિત કરો અને દેશી ઘી નો દિવો પ્રજવલ્લિત કરો. પછી ભગવાન વિશ્વકર્મા સામે હાથ જોડીને મંત્રોનુ ઉચ્ચારણ્ણ્કરો. આ દિવસ ૐ આધાર શક્તપે નમ:', ૐ કૂમયિ નમ, ૐ અનન્તમ નમ, મંત્ર વાચવો જોઈએ. ત્યારબાદ પૂજામાં પોતાના વેપાર સાથે જોડાયેલ સાધનો, મશીન કે અન્ય સામાનને મુકો અને તેનુ પૂજન કરો.