શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 25 નવેમ્બર 2020 (13:22 IST)

નાઇટ કરફ્યૂની સાઇડ ઇફેક્ટ: 2000થી વધુ લગ્ન અટકશે, કેટરીંગના 1500 અને 1000 હોટલના બુકિંગ કેન્સલ

નાઇટ કરફ્યૂ દરમિયાન લગ્ન સમારોહ પર પાબંધી અને દિવસ દરમિયાન લગ્નમાં 100થી વધુ લોકો સામેલ થવાની મંજૂરીના લીધે કેટરિંગ અને હોટલ બુકિંગ મોટાપાયે રદ થઇ રહ્યા છે. શહેરમાં કેટરિંગના 1500 અને હોટલના 1000 બુકિંગ રદ થઇ ગયા છે. 
 
આ ઉપરાંત 2000 લગ્ન સ્થગિત થવાની સંભાવના છે. સાથે જ રાત્રિ દરમિયાન ફાર્મ હાઉસમાં થનાર લગ્નના કાર્યક્રમ રદ થઇ રહ્યા છે. ખાસકરીને 12 ડિસેમ્બર સુધી લગ્નના શુભ મુહૂર્ત છે, પરંતુ કોરોનાના વધતા જતા કેસોના કારણે આયોજન કેન્સલ કરી રહ્યા છે. 
 
સુરત મહાનગરપાલિકાના શહેરના અલગ-અલગ ઝોનમાં ઓપન પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ છે. તેમની સંખ્યા લગભગ 53 છે. આ તમામ 12 ડિસેમ્બર સુધી લગ્ન અને અન્ય કાર્યક્રમો માટે બુક થઇ ચુક્યા છે. 
 
દિવાળી પહેલાં એસોસિએશનની બેઠકમાં બુકિંગ 100 ટકા બુકિંગ અમાઉન્ટ એડવાન્સમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ હવે સરકારે રાત્રે લગ્ન સમારોહ પર પાબંધી લગાવી દીધી છે. તેથી ઇવેંટ ઇંડસ્ટ્રી સાથે સંકળાયેલા 25 હજારથી વધુ લોકો પર અસર પડશે. દક્ષિણ ગુજરાતમાં દરરોજ 8 હજાર ઇવેંટ થાય છે. 
 
લોકડાઉનના લીધે હોટલ ઇંડસ્ટ્રીની સ્થિતિ બગડી હતી. હવે નાઇટ કરફ્યૂથી વધુ અસર પડી રહી છે. નવી ગાઇડલાઇન્સના લીધે મહેમાનોને બોલાવવાનું ટાળી રહ્યા છે. તેના લીધે બુકિંગ પર અસર પડી રહી છે. અમારી સાથે જોડાયેલા કેટરિંગવાળાઓની સ્થિતિ ખરાબ છે. શહેરમાં લગભગ 1000 બુકિંગ રદ થયા છે.