મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 નવેમ્બર 2020 (18:27 IST)

ભાજપ પ્રમુખની રેસ્ટોરેન્ટમાં જુગાર રમતાં 20 શકુની ઝડપાયા, લાખોની રકમ જપ્ત

ગુજરાતમાં દિવસે ને દિવસે ગુનાહિત પ્રવૃતિ રાફડો ફાડ્યો છે. ક્યાંક ગાંધીના ગુજરાતમાં દારૂની હાટડી અને દારૂની ખુસણખોરી કરી રહેલા તત્વોની ધરપકડ કરવામાં આવે છે. તો ક્યારેક જુગારીઓ અને દારૂની મહેફીલ માણતા લોકોની ટોકળીઓ પકડવામાં આવે છે. ત્યારે જુનાગઢમાં જુગાર રમતાં 20 જેટલા શકુનીઓ ઝડપાયા છે. 
 
જૂનાગઢ મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના સિનિયર અગ્રણી કરશનભાઇ ધડુકની રેસ્ટોરાંમાંથી જુગાર રમી રહેલા 20 જુગારીઓની ધરપકડ કરી હતી. જેમાં 2 મહિલાઓ પણ સામેલ છે. પોલીસ ઘટના સ્થળેથી 14 લાખની માતબર રકમ પણ જપ્ત કરી હતી. 
 
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જૂનાગઢ ભાજપના પૂર્વ પ્રમુખ કરશનભાઇ ધડુકની ગાર્ડન રેસ્ટોરન્ટ જે હાલમાં બંધ પરંતુ ઓફિસ કાર્યરત છે. અહીં જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. 
 
પકડાયેલા લોકો જૂનાગઢ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર એમ જુદા જુદા જિલ્લાઓમાંથી જુગાર રમવા આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ. 14,20,335ની રોકડ સહિત કુલ રૂ. 49,81,335નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.